જેસલમેર,તા.૧૫
ભારતીય સેનાએ જાધપુરના પોખરણ ફાયરિંગ રેન્જમાં ગુરુવારે સાંજે દેશમાં નિર્મિત હોવિત્ઝર તોપ કે-૯ વજ્ર-ટીનું લાંબા અંતર સુધી હુમલો કરવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું. આ અગાઉના પરીક્ષણ બાદ તેમાં ૧૩ સુધારા કરવામાં આવ્યા હતા. ૪૦થી ૫૦ કિલોમીટરની રેન્જવાળી આ તોપમાંથી છ ગોળા છોડાયા હતા અને તમામ ગોળાએ પોતાના લક્ષ્ય પર અચૂક પ્રહાર કર્યો હતો.
સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેઇક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ આ વજ્ર તોપને લાર્સન એન્ડ ટુબ્રો નામની કંપનીએ બનાવી છે. સેનાએ ૧૫૫ એમએમની આ હોવિત્ઝર તોપમાં ગત પરીક્ષણ બાદ કેટલાક ફેરફાર કરવાનું જણાવ્યું હતું. સુધારા બાદ આ એડવાન્સ્ડ તોપનું પરીક્ષણ પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી વખત કર્યું હતું. આ તોપ ખાસ કરીને રણની પરિસ્થિતિ ધ્યાનમાં રાખ્યા બાદ તૈયાર કરાઈ છે. થોડા જ સમયમાં તેને સૈન્યમાં સામેલ કરાશે. તોપને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવશે.
લાર્સન એન્ડ ટુબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળીને આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હઝીરામાં આ તોપ બનાવવાનું કારખાનું સ્થાપિત કરાયું છે. તોપના ૫૦ ટકા પૂરજા દેશમાં જ બનાવેલા છે. સેનાએ સાડા ચાર હજાર કરોડ રૂપિયામાં ૧૦૦ તોપનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જારી કરાયેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને મેળવ્યો હતો. આ તોપોનો સેનામાં સમાવેશ થયા બાદ સેના પાસે હોવિત્ઝર તોપની અછત ઘણા હદ સુધી દૂર થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



