ન્યુ દિલ્હી,તા.૨૭
રાફેલ વિમાન કરારમાં કથિત અનિયમિતતનાને લઇને મોદી સરકારને સતત નિશાને લેતી કોંગ્રેસે આજે દાવો કર્યો છે કે આ ફાઇટર પ્લેનના કરાર સંદર્ભમાં ભારતીય સમુહની એક નામી રક્ષા કંપનીને કુલ ૧૩૦,૦૦૦ કરોડ રૂપિયનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલે આ દાવો કરતા રક્ષામંત્રી નિર્મલા સિતારમણ પર નિશાન સાધ્યું અને તેના પર દેશને ખોટું બોલવાનો આરોપ લગાવ્યો.
સુરજેવાલે કેટલાક દસ્તાવેજા સામે રાખતા કહ્યું કે, રાફેલ કરારની સામે આવતી હકીકતો વડાપ્રધાન અને રક્ષામંત્રી દ્વારા બોલવામાં આવેલા અસત્યની પોલ ખોલે છે. કલ્ચર ઓફ ક્રોની કેપિટલિઝ્મ મોદી સરકારનો DNA બની ગઇ છે. આ કરારથી સરકાર ખજાનાને નુંકસાન પહોંચાડવાની બૂ આવે છે.
તેમણે દાવો કર્યો કે, ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનની ખરીદીની સમજુતી થયા બાદ આ વિમાન કરાર સાથે જાડાયેલો કોન્ટ્રાક્ટ સરકારી કંપની હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ થી લઇને એક ખાનગી ભારતીય સમુહની ડિફેન્સ કંપનીને આપવામાં આવ્યો જ્યારે આ કંપની સમજુતીથી ૧૨ દિવસ પહેલા નોંધાઇ હતી અને તેની પાસે વિમાન બનાવવાનો કોઇ અનુભવ નથી.
સુરજેવાલ પ્રમાણે આ ખાનગી ભારતીય કંપનીએ ગત વર્ષે ૧૬ ફેબ્રુઆરીના નિવેદન જાહેર કરી કહ્યું કે, રાફેલ સાથે જાડાયેલા ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના ઓફસેટ કોન્ટ્રાક્ટ અને ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયાના લાઇફ સાયકલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમણે તે પણ દાવો કર્યો કે, એક સરકારી વિજ્ઞાપનમાં રક્ષામંત્રીએ કહ્યું કે, તેમણે ખાનગી કંપનીને ઓફસેટ કોન્ટ્રાક્ટ આપવાની જાણકારી નથી.
તેમજ તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય હિતોની સાથે થયેલી છેડછાડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જાઇએ. તેમણે સવાલ કર્યો કે, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ દેશ સાથે કેમ ખોટું બોલી રહી છે? શું વડાપ્રધાન સ્વીકાર કરશે કે DNA પાસેથી કોન્ટ્રાક્ટ છીનવી એક ખાનગી સમુહને આપવામાં આવ્યો? શું રક્ષામંત્રીની મંજુરી વિના ઓફસેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો?
(જી.એન.એસ)
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



