એન્ટીગુઆની નાગરિકતા લેવા માટે ૨૮ દ્વારા કરાયેલી અરજી

0
12

નવી દિલ્હી,તા. ૨૭
ભારતમાંથી ફરાર કારોબારી મેહુલ ચોકસીને એન્ટીગુઆ એન્ડ બારબુડાની નાગરિકતા આપવાના હેવાલથી ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. આ કેરેબિયન દેશમાં રાજકીય ભૂકંપની સ્થતી સર્જાઇ ગઇ છે. અહીંની વિપક્ષી પાર્ટીઓ દ્વારા હવે આ મુદ્દા પર વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન પાસેથી જવાબની માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે એન્ટીગુઆમાંથી વેસ્ટ ઇન્ડઝની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી આવી ચુક્યા છે. જેમાં વિવિયન રિચર્ડસ અને એન્ડી રોબર્ટસનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪થી લઇને હજુ સુધીના ડેટામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે ૨૮ ભારતીય નાગરિકો દ્વારા એન્ટીગુઆની નાગરિકતા માટે અરજી કરવામાં આવી છે. સરકારી સુત્રોએ કહ્યુ છે કે આ બાબતની તપાસ કરવામાં આવશે કે આખરે આ ૨૮ લોકો કોણ કોણ છે. આ ૨૮ લોકો માંથી સાત લોકોને પહેલી જાન્યુઆરીથી ૩૦મી જુન ૨૦૧૭ સુધી એન્ટીગુઆની નાગરિકતા મળી ગઇ હતી. આ તમામ લોકોએ કેરેબિયન દેશમાં બે લાખ ડોલરનુ રોકાણ કરેલુ છે. એન્ટીગુઆ કોઇ પણ વિદેશી નાગરિકોને બેવડી નાગરિકતા ઉપલબ્ધ કરાવે છે. આના માટે વિદેશી નાગરિકને ચોક્કસ રકમ જમા કરવાની હોય છે. એન્ટીગુઆ કોઇપણ દેશના નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની નીતિ ધરાવે છે. એક વખતે એન્ટીગુઆનો પાસપોર્ટ મળી ગયા બાદ આવા વ્યક્ત ૧૩૨ દેશોમાં કોઇપણ વિઝા વગર યાત્રા કરી શકે છે. તેમના પ્રત્યાર્પણ થઇ શકતા નથી. એન્ટીગુઆના નાણા અને કોર્પોરેટ જગતના મંત્રાલય દ્વારા સિટીઝન બાદ ઇન્વેસ્ટમેન્ટ યુનિટની એક રિપોર્ટમાં સાત ભારતીયોને એન્ટીગુઆની નાગરિકતા આપવાની વિગત ખુલી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY