બિહારમાં શૌચાલયની ટાંકીમાં ગૂંગળામણને કારણે એક જ પરિવારના છ લોકોના મોત

0
18

પટના,તા.૯
વહેલી સવારે બિહારમાં ૬ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. પૂર્વી ચંપારણના બનકટવા પ્રખંડની જીતપુર પંચાયતના બેલા જીતપુર ગામમાં ગુરૂવારે સવારે એક શૌચાલયની ટાંકીમાં ગુંગળામણને કારણે એક જ પરિવારમાં છ લોકોના મોતથી વહીવટીતંત્રમાં દોડધામ મચી છે. ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થયા હતાં. જ્યારે બે લોકોને સારવાર માટે લઈ ગયા બાદ છૌડાદાનો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેમના મોત થયા હતાં.
જણાવાઈ રÌšં છે કે બેલા જીતપુર નિવાસી દિનેશ મહતોના ઘરમાં શૌચાલયની નવી ટાંકી બની હતી. ગુરૂવારે સવારે તેમનો પુત્ર મોહન મહતો (રાજ મિસ્ત્રી) ટાંકીની છત પરથી શટરિંગ ખોલ્યા બાદ ટાંકીની અંદર ગયો હતો. પરંતુ ટાંકીની અંદર ગયા બાદ ૧૦ મિનિટ થયા બાદ પણ તે બહાર આવ્યો નહીં. પુત્ર મોહન બહાર ના આવતા પિતા દિનેશ પણ ટાંકીની અંદર ગયા હતા, પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતાં.
બંને જ્યારે બહાર ના આવ્યા તો દિનેશની પત્ની, પુત્ર પતિને જાવા માટે ગઈ હતી અને તે પણ ટાંકીની અંદર લાગેલી સીડીથી અંદર ગઈ હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. પછી દિનેશનો બીજા પુત્ર બસંતકુમાર પણ માતા-પિતા અને ભાઈને જાવા ગયો હતો. આ ચાર જ્યારે પરત ફર્યા નહીં ત્યારે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ. થોડી મિનિમાં દિનેશનો પિતરાઈ ભાઈ પન્નાલાલ મહતોનો પુત્ર સચિન અને પાડોશી સરપંચનો પુત્ર સરોજ મુખિયા ટાંકીની અંદર ગયા.
એક પછી એક એમ બધા સમજ્યા વિના ટાંકીની અંદર ઉતરી ગયા અને પછી ગુંગળામણને કારણે બધા મૂંઝાવા લાગ્યા અને અંતે મોતને ભેટ્યાં. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બે લોકોના મોત નિપજ્યાં.
શૌચાલય ટાંકીમાં પ્રવેશ કર્યા પહેલા લોકોની અંદર જવાની તૈયારી અધૂરી હતી અને ઝેરીલી ગેસથી અજાણ લોકો વારાફરતી ટાંકીમાં પ્રવેશ કરતા હતાં. અને એકસાથે એમ ૬ લોકોના મોત ઓક્સિજનના અભાવને કારણે થયાં. જાકે, ગ્રામજનોનો આરોપ છે કે ઘટનાસ્થળ પર જ ૪ લોકોના મોત થયા હતાં.
સીઓએ તૈયાર કરી ડિટેલ રિપોર્ટએકસાથે ૬ લોકોના મોતની ઘટનાને વહીવટીતંત્રએ ગંભીરતાથી લીધી છે. બનકટવાના ઝોનલ અધિકારી રણધીર કુમારે ઘટનાસ્થળની મુલાકાત લઈ ઘટનાનુ કારણ અને મરનારા અને તેના પરિવાર વિશે વિસ્તૃત જાણકારી મેળવી છે. જણાવાઈ રહ્યું છે કે સામૂહિક મોતનો રિપોર્ટ આપત્તિ વ્યવસ્થાપન વિભાગને મોકલવામાં આવ્યો છે. જેથી પીડિત પરિવારને સરકારી સહાયતા મળી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY