સુરત સાયબર સેલે ગુનો ઉકેલી નાંખ્યો

0
11

બેંક એકાઉન્ટ હેક કરી ૧.૪૨ લાખ ટ્રાન્સફર કરી લેનાર વિદ્યાર્થી પકડાયો
હેકર સ્પોન્સરશીપની અોફર આપી યુઝર્સનો પાસવર્ડ જાણી લેતો હતો
સુરત, તા.૧૫
અલગ-અલગ રાજ્યોના જી-મેલ યુઝર્સ તથા યુ ટ્યુબ ચેનલ યુઝર્સના એકાઉન્ટ હેક કરીને તેઅોને આર્થિક નુકસાન પહોંચાડનાર વડોદરાના વિદ્યાર્થીની સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં આઈટી એક્ટ કલમ ૬૬ (સી), ૬૬ (ડી) મુજબનો ગુનો અજાણ્યા વયક્તિ સામે દાખલ થયો હતો. ફરિયાદી અબરાર સાબીર શેખ નાઅોનું ગુગલ આઈડી હેક કરવામાં આવેલ અને તેઅોની યુ ટ્યુબ ચેનલ અને પ્લે.સ્ટોરનું જે અોનલાઈન વર્ક ચાલતું હતું. તે વર્કનાં નાણાં બેંક એકાઉન્ટમાં જમા થતા બંધ થયા હતા. અબરાર શેખને આર્થિક નુકસાન થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા સંબંધની ફરિયાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે શોધી કાઢવા માટે પોલીસ કમિશનર તથા ડીસીબી પી.આઈ.ની સૂચનાથી સાઈબર ક્રામની ટીમે કામગીરી હાથ ધરી હતી. પીએસઆઈ જે.બી. આહિર, એએસઆઈ પૃથ્વીરાજસિંહ તખ્તસિંહ અને કોન્સટેબલ વનરાજ કાળુભાની ટીમે તપાસના અંતે વડોદરાથી ભૌદિપગીરી દિલીપગીરી ગોસ્વામી ઉ.વ.૨૦ ધંધો અભ્યાસ રહે. ડી-૭૯ ગુણાતીતધામ સોસાયટી, અટલાદરા વડોદરાની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભૌદિપગીરીએ કબુલાત કરી હતી કે તેને અબરાર શેખનું ગુગલ એકાઉન્ટ હેક કરી યુ ટ્યુબ ચેનલના ૧,૪૨,૪૧૫ રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીએ ફરિયાદીનો મોબાઈલ નંબર યુ ટ્યુબ ચેનલ ઉપરથી મેળવી તે નંબર ઉપર વોટ્સએપમાં સ્પોન્સરશીપની અોફર આપી અબરાર શેખનું યુ ટ્યુબ ચેનલ ફેસિંગ કરી જી-મેલ યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી તેના આધારે બેંક એકાઉન્ટ નંબર કાઢી નાંખી તેની જગ્યાએ પોતાનો બેંક એકાઉનટ નંબર લખી લીધેલ હતો. ગુગલ એડસેન્સ એકાઉન્ટમાંથી જે નાણાં અબરાર શેખના એકાઉન્ટમાં જમા થતા હતા. તેના બદલે આરોપી ભૌદિપગીરીના એકાઉન્ટમાં જમા થતા હતા. ૨૪-૭-૨૦૧૮ના રોજ ૯૩૯૫૧ અને ૨૭-૮-૨૦૧૮ના રોજ ૪૮૪૬૩ મળી કુલ ૧,૪૨,૪૧૪ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ભૌદિપગીરીએ અન્ય રાજ્યના અલગ અલગ લોકોના એકાઉન્ટ હેક કર્યા હોવાની કબુલાત કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY