લાંચ કેસમાં પ્રિન્સ સુમરાનો રાજ્ય વડી કોર્ટમાંથી જામીન પર છુટકારો

0
18

હાઈકોર્ટે જામીન અરજી ગ્રાહ્ના રાખી
સુરત, તા.૧૫
સૈયદપુરાના એક બિલ્ડર પાસે લાંચ માંગવાના એક કિસ્સામાં સંકળાયેલા વોર્ડ નં.૧૧ની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના સગા ભાઈ ­પ્રિન્સ સુમરાને ગુજરાત હાઈકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. જાકે સુરત સેશન્સ કોર્ટે તેની જામીન રદ કર્યા બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, સૈયદપુરા વિસ્તારમાં રહેતાં એક બિલ્ડર પાસે ગેરકાયદેસર બાંધકામમાં કોઈપણ અધિકારીની હેરાનગતિ નહીં થાય તેવું જણાવી રૂ.૭૫ હજારની માંગણી કરી હતી. એસીબી દ્વારા છટકુ ગોઠવી પિતા મોહન સુમરા તથા પ્રિન્સ સુમરાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની પણ ધરપકડ કરી લઈ લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી હતી. પહેલા નેન્શી સુમરાને સુરત કોર્ટે જામીન મુક્ત કર્યા બાદ પ્રિન્સ સુમરાએ જામીન અરજી કરી હતી. સુનાવણી બાદ તેની જામીન અરજી રદ કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના જસ્ટીસે તેને કડક શરતોને આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. હાલમાં મોહન સુમરા જેલમાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY