ભરૂચ નગર પાલિકાની સામન્ય સભાની મિનીટ્‌સ મનસ્વિ રીતે લખાય હોવાનો વિપક્ષનો આક્ષેપ

0
165

ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા લાલભાઇ શેખ, નગર સેવક સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, હુરબાનું મસાલાવાલા સહિતના નગર સેવકોએ મુખ્ય અધિકારીને નગર પાલિકાની સામાન્ય સભાની મિનીટ્‌સમાં ભાજપના શાસકોએ મનસ્વિ રીતે નોંધ કરી હોવાના આક્ષેપ કર્યા હતા. જેમાં ગેબીયન વોલને ફેન્સીગ કરવા ઉપરાંત શહિદ સ્મારક બનાવાવા તથા શાસક પક્ષના નેતાને ફાળવવા મા આવેલ એસી ઓફીસ અંગે વિપક્ષે ઉઠાવેલા પ્રશ્નોની મિનીટ્‌સમાં ઇરાદા પુર્વક અવગણના કરી હોવાની ફરિયાદ પણ ઉઠાવી હતી. જોકે આ બાબતે મુખ્ય અધિકારી કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા. જોકે આ વિવાદાસ્પદ ગેબીયન વોલ પર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ કોઈ પગલું ભરવા માટે કોઈ મુહુર્ત ની રાહ જોઈ રહ્યાં છે? જેવા લોકો દ્વારા પ્રશ્ન ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY