તબીબી તપાસમાં કિશોરી પર બળાત્કાર કરાયો હોવાની પૃષ્ટિ થઈ નથી ઃ અોલપાડ પોલીસ
સુરત, તા. ૨૩
અોલપાડમાં ડભોરીના દરિયા કાંઠે પરવત પાટિયાની ૧૩ વર્ષિય કિશોરી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાની ઘટનામાં અોલપાડ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અોલપાડ પોલીસ મથકના અધિકારી રાઠોડના જણાવ્યા મુજબ શ઼કાસ્પદ ગણાતા આ પ્રકરણમાં હાલ તબીબી તપાસમાં કિશોરી ઉપર બળાત્કાર થયાંની પૃષ્ટિ મળી નથી, પરંતુ જે પરિસ્થિતિમાં કિશોરી મળી આવતાં સ્થળ ઉપર તપાસ શરૂ કરવામાંઅ ાવી છે અને ઘટના સ્થળે મળેલા લોહી સહિતની ચીજ-વસ્તુના નમૂના મેળવી એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ પરવટ પાટિયા વિસતારની આ કિશોરી સીમતિની શાળામાં ધો ૮માં અભ્યાસ કરતી કિશોરી મહોલ્લામાં જ રહેતા એક યુવક સાથે ડભારી દરિયા કાંઠે ફરવા ગઈ હતી. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસિપટલમાં ખસેડાઈ હતી. તયારબાદ યુનિટિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ કિશોરીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સંદર્ભે અોલપાડ પોલીસે અકસ્માતની ઘટનાની નોîધ કરી હતી. પરંતુ પીરવાર દ્વારા ગંભીર આક્ષેપો કરતાં અોલપાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ અોલપાડ પોલીસે આ કિશોરી સાથે ડભોરી દરિયા કાંઠે જનાર યુવકની પૂછપરછ હાથ ધરી છે. તેમજ ઘટના સ્થળે પણ ઉચ્ચ પોલીસ તપાસ અધિકારીïઅોની હાજરીમાં અોલપાડ પીઆઈ રાઠોડે તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





