બે જુદા જુદા સ્થળોએ ગેસ પાઈપ લાઈનમાં લીકેજની ઘટના
સુરત, તા. ૨૩
આજે સવારે પરવત પાટિયા પાસે મોર્ડન ટાઉન પાર્ક અને વરાછા ચીકુવાડી પાસે કલ્યાણ કુટીર સોસાયટીમાં ગેસ લાઈન લીકેજ થતા દોડાદોડી મચી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સવાર આઠ વાગ્યાના સુમારે પરવત પાટિયા લેન્ડમાર્ક પાછળ મોર્ડન ટાઉન પાર્કમાં ગેસ લાઈન લીકેજ થતા સોસાયટીના લોકો ભયભીત થઈ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર સ્ટાફ અને ગેસ કંપનીનો સ્ટાફ ઘટના સ્થળે પહોîચી ગેસ સપ્લાય બંધ કરાવ્યો હતો.
બીજી ઘટના સવારે સવા દસ વાગ્યાના સુમારે વરાછા ચીકુવાડી કલ્યાણ કુટીર ખાતે બની હતી. અચાનક ગેસ લાઈનમાં લીકેજ થતા અવાજથી લોકો ભેગા થઈ ફાયર વિભાગ અને ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી. ગેસ લીકેજની બન્ïને ઘટના અંગે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી માત્ર ગેસ લાઈનમાંથી લીકેજ થતો હતો જેને ગેસ કંપનીના સ્ટાફ દ્વારા રીપેર કરવામાં આવ્યો હતો ગેસ લીકેજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા.
આભાર – નિહારીકા રવિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





