દહેજ ન આપ્યું તો સારિયાઓએ બે વહુઓને દોઢ લાખ રૂપિયામાં વેચી નાંખી!!

0
235

મુંબઈ,તા.૨૩
મુંબઈના વિરાર પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં સાસરિયાઓએ પોતાની બે વહુઓને દોઢ લાખ રૂપિયામાં વેચી નાંખી છે. વહુઓને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે ખરીદદાર તેમને રાજસ્થાનથી વસઇ લઈને આવ્યો હતો.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે પીડિતાઓના પતિ, સાસુ, સસરા સહિત ૧૨ લોકો આ કેસમાં સામેલ છે. વિરાર પશ્ચિમની એમબી એસ્ટેટમાં રહેતી ૨૪ વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં તેના લગ્ન વિરારમાં રહેતા સંજય મોહનલાલ રાવલ સાથે થયા હતા. તેની નાની બહેનના લગ્ન સંજયના નાના ભાઈ વરુણ રાવલ સાથે થયા હતા. બંને બહેનો એક જ ઘરમાં વહુ તરીકે રહેતી હતી. લગ્ન બાદ સાસરાવાળાઓએ બંને બહેનોને દહેજ માટે ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. સાસરાવાળાઓએ આ બંને બહેનોને પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવવાનું જણાવ્યું હતું. રૂપિયા ન મળતા આ બંને પર શારીરિક અને માનસિક અત્યાચાર શરૂ કરાયો હતો.
પોલીસ અનુસાર ૩૦ ઓગસ્ટે સાસરિયાઓએ બંને વહુઓને રાજસ્થાન લઈ ગયા હતા. બંનેને ત્રાસ અપાયો અને દસમી સપ્ટેમ્બરે સાસરિયાઓએ બંનેને ટ્રેનમાં બેસાડીને વિરાર પોતાના ઘરે જવા જણાવ્યું હતું. તેમની સાથે એક અજ્ઞાત વ્યકિત પણ આવ્યો હતો. બીજા દિવસે જ્યારે ટ્રેન વસઇ પહોંચી ત્યારે એ વ્યકિતએ બંનેને મીરા રોડ તેની સાથે આવવા જણાવ્યું હતું. બંને બહેનોએ એ વ્યકિત સાથે ઝઘડો કરતાં વ્યકિતએ જણાવ્યું હતું કે એ બંનેને દોઢ લાખ રૂપિયામાં તેના સાસરિયાઓએ તેને વેચી કાઢી છે. આ મામલે હજી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY