દહેરાદૂન,તા.૧૨
ઉમા ભારતીએ પોતાના ચૂંટણી ના લડવા અને મંત્રીમંડળમાં સામેસ ના થવા પર પણ ટિપ્પણી કરી છે. એમને કહ્યું કે સંગઠનમાં ભાજપ અધ્યક્ષે જે જવાબદારી આપી એને પૂર્ણ કરશે. ઉમા ભારતીએ એવું પણ કહ્યું કે એમનું ધ્યાન ગંગાની સફાઇ પર પણ રહેશે અને ગરીબોના હક માટે કામ કરશે.
ઉમા ભારતીએ ગુપ્તા બંધુઓના લગ્ન પર પણ ટિપ્પણી કરતાં લખ્યું કે આપણા દેશમાં લગ્નના નામ પર થતા ખોટા ખર્ચાઓ જ કન્યા ભ્રૂણ હત્યાનું કારણ છે. બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર દેશમાં આવા લગ્ન રોકી લેવા જોઇએ.
ઉમા ભારતીએ એક અન્ય ટિવટમાં કહ્યું કે ઉત્તરાખંડમાં ડેસ્ટિનેશન વેડિંગ થવા જોઇએ. ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવું જરૂરી છે પરંતુ પહેલા એવો અભ્યાસ કરવો પણ જરૂરી છે રોજગાર વધે, રાજ્યના વિકાસમાં યોગદાન થાય એની જગ્યાએ કંઇ ઊંધું ના થઇ જાય કે રાજ્યના અભાવગ્રસ્ત લોકોને નિરાશ થઇ જાય.
ઉમા ભારતીએ એવું પણ કહ્યું કે તે ગુપ્તા બંધુઓને જાણતી નથી. એમને પોતાના ટિવટમાં લખ્યું, ‘હું જાણતી નથી કે ગુપ્તા બંધુ કોણ છે. એમને સલાહ આપીશ કે પોતાના થોડાક રૂપિયા દુર્દશાનો શિકાર જાશીમઠના શંકરાચાર્ય મઠ પર ખર્ચ કરે, થોડા પૈસા પીવાનું પાણી, શિક્ષા અને સ્વાસ્થ્યના સંકટ નિવારણ માટે આપે તથા શાંતિથી કેટલાક પંડિતો અને પરિજનોના હાજરીમાં પોતાના છોકરાઓની વિદાય કરીને લઇ જાય.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



