રક્ષામંત્રી શહીદની માતાને પગે લાગ્યા, કહ્યું : કોઇપણ સમયે ફોન કરો

0
8

દહેરાદુન,તા.૫
આખા દેશમાં દેશભકિતનો જુવાળ અત્યારે લોકોની રગેરગમાં દોડી રહ્યો છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની એર સ્ટ્રાઇકે દુશ્મન દેશની રાતોની ઉંઘ હરામ કરી દીધી છે. આ એર સ્ટ્રાઇક દરમ્યાન ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને જે સાહસનો પરિચય આપ્યો તે કોઇથી છુપાયેલો નથી. આવા સમયમાં દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે દેહરાદૂનમાં એક વીર શહીદની માતાના પગે લાગી દેશના વીર જાંબાઝ શહીદોને માનો દિલી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.
રક્ષા મંત્રી સીતારમણે શહીદોના શૌર્ય સમ્માન સમારંભમાં પહોંચીને સૌથી પહેલાં અમર શહીદ સ્મૃતિ ચિહ્નને નમન કર્યું. આ અવસર પર શહીદનો પરિવાર પણ ત્યાં હાજર હતો. આ દરમ્યાન જ્યારે એક શહીદ સિપાહીની માતા રક્ષામંત્રીનું સ્વાગત કરવા પહોંચ્યા અને નમસ્કાર કરવા લાગ્યા તો સીતારમણે તેમનો હાથ પકડી લીધો. ત્યારબાદ રક્ષામંત્રી એ ખુદ ઝૂકીને બંને હાથોથી શહીદની માતાને પગે લાગ્યા અને આશીર્વાદ લીધા. રક્ષામંત્રી એ આ રીતે શહીદની માતાનું સમ્માન કરતાં જોયા તે સૌ એ તાળીઓથી તેમનું અભિનંદન કર્યું. આપને જણાવી દઇએ કે રક્ષા મંત્રીએ મંચ પર સિપાહી શહીદ અજીત પ્રધાનની માતાજી હેમ કુમારી પ્રધાનના ચરણ સ્પર્શ કર્યા હતા.
નિર્મલા સીતારમણે કહ્યું કે ઉત્તરાખંડના શહીદોની પત્નીઓ અને માતાઓને મળી તેમણે સદૈવ પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે સૈનિક દરેક પરિÂસ્થતિમાં દેશ માટે ઉભો હોય છે. સાથો સાથ સર્જીકલ સ્ટ્રાઇક પર વિપક્ષના પ્રશ્નોપર નિશાન સાંધતા તેમણે કહ્યું કે ગુમરાહ કરનાર લોકોની વાતોમાં પ્રજા ના આવે. રક્ષા મંત્રી એ તમામ સૈનિક પરિવારોને સ્પષ્ટપણે કહ્યું કે કોઇપણ સમસ્યા માટે સૈનિક ઇચ્છે તો સીધી તેમની સાથે વાત કરી શકે છે. તેના માટે ના તો તેમણે કોઇ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર છે ના તો કોઇપણ રીતે ખચકાવાની જરૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY