ડાંગ જિલ્લામાં સભા સરઘસબંધી ફરમાવાઈ

0
12

આહવા, તા.૨
ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર આગામી દિવાળી, તથા ઇદે મિલાદના તહેવારોને અનુલક્ષીને, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનિ પરિસ્થિતિ સૂપેરે જળવાઇ રહે તે માટે અનઅધિકૃત સભા તથા સરઘસ ઉપર તા.૩૦/૧૧/ર૦૧૮ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા અનુસાર (૧) ચાર કે તેથી વધુ સખ્શોના ભેગા થવા, સભા ભરવા કે સભા બોલાવવા સહિત સરઘસ કાઢવા ઉપરાંત, (ર) જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા, તથા (૩) અફવા ફેલાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ હુકમમાંથી (૧) લગન્નો વરઘોડો, સિનેમા કે ટાઉન હોલ, સ્મશાન યાત્રા, એસ.ટી.બસ કે રેલ્વે, મંદિર-મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના અર્થે જતી વ્યક્તિઓ, સક્ષમ અધિકારી દ્વારા અપાયેલી સભા/સરઘસની પરવાનગીથી યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેવા જતી વ્યક્તિઓ, તથા સરકારી નોકરીમાં અથવા કામગીરી ઉપર હોય-તેમના ઉપરી અધિકારીઓએ ફરજ સોîપી હોય તેવી વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY