સુરત, તા.૨
ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્ષ બાર એસોસિએશને આજે જીએસટી કાઉન્સિલને રજૂઆત કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જીએસટીના અમલના ૧૬ મહિના બાદ પણ જીએસટી નેટવર્ક ઠેર ઠેર હોવાની રજૂઆત કરાઈ હતી.
કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં ટેક્ષ બા એસો.ના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઈવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મિતેષભાઈના પ્રતિનિધિ મંડળે આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીએસટી કાયદો ખૂબ જ જટીલ છે અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટીલ રીતે કરવામાં આવેલ છે. અધિકારીઅોની સત્તા અને સિસ્ટમની નિર્બળતા વચ્ચે વેપારીઅોની હાલત કફોડી થઈ ગયેલ છે અને આજે જીએસટી કાયદાના અમલના ૧૬ મહિના પછી વેપારીઅો અમુક વ્યવહાર કરતાં પહેલાં વકીલોને પૂછવા જાય છે. ટૂંકી સમય મર્યાદાઅો, ઉપરા ઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલ બદલાવ અને આકરા દંડને કારણે સરળ બનાવવાના ઈરાદે બનાવાયેલ કાયદો અનેક વેપારીઅો માટે મુશ્કેલીઅો સર્જી રહ્ના છે અને ભારતમાં કર કાયદાઅોનું ૯૦ ટકા અનુપાલન કર વ્યવાસ્યિકો દ્વારા જ થાય છે અને તેથી વેપારીઅો વતી સિસ્ટમ સામે રીતસરના તેઅો જજૂમી રહ્ના છે અને સિસ્ટમની નાકામયાબીને હિસાબે વેપારીઅોને પૂર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકોનેક રજૂઆતો વાર તહેવારે કરી રહ્ના છે. પરંતુ તે પૈકી અનેક રજૂઆતો આજે ૧૬ મહિના પછી પણ ઠેરની ઠેર રહેતા તેઅોએ આજે જીએસટી કાઉન્સિલના ચેરમેન વતી કલેક્ટરને આવેદનપત્ર આપી અગત કરેલ છે. તેઅોની માંગણી છે કે, જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે ૧૫૦૦૦૦ રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોîધણી નંબર ધરાવતા વેપારીની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જાઈએ.
અનેકોનેક કિસ્સાઅો એવા છે જેમાં વેપારીઅોએ અનેક વખત દિવસો દિવસ પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેથી તેઅોને અોછા ઘણાં અંશે નાણાંકીય નુકસાન થયેલ છે.
રિફંડની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અનેક કિસ્સાઅોમાં વેપારીઅોને રિફંડ ૯૦ દિવસે પણ મળતું નથી. આજે જીએસટી નેટવર્ક સામે કોઈ તકલીફ હોય તો વેપારીઅો કે કર વ્યવસાયીઅો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે. અત્યારના હેપ્લ લાઈન પરથી મળતી જ નથી અને હાસ્યાસ્પદ જવાબ મળે છે.
પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ના ભરી શકનાર વેપારીને પેનલ્ટીમાંથી મુક્તિ મળવી જાઈએ. આ દરેક રજૂઆત અને સૂચનો જીએસટી સિસ્ટમ તથા પ્રણાલીના છે અને તેને આખા ભારતમાં નેશનલ એકશન કમિટી અોફ જીએસટી પ્રોફેશનલ્સ દ્વારા ઉપાડવામાં આવેલ છે. નેશનલ એકશન કમિટી અોફ જીએસટી પ્રોફેશનલ્સના દરેક રાજ્યમાં અને કેન્દ્ર શાષિત પ્રદેશમાં કો અોર્ડિનેટર છે અને તેની વધુ એક માંગણી દરેક કર વ્યવસાયિકોને જીએસટી કાયદા હેઠળ સમાન ન્યાય મળે તે માટેની પણ છે. જીએસટીના અમલીકરણમાં મહત્ત્વનો ફાળો ભજવનાર જીએસટી પ્રોફેશનલ્સ દ્વારા વેપારીઅોના ફાયદા માટે કરાયેલ માંગણીઅોને ભવિષ્યમાં અનેક નેતા રાજનેતાઅો, વેપારી મંડળો તથા ચેમ્બરો અને સાંસદો વચ્ચે લઈ જવાના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





