તા.૧રમી ડીસેમ્બરે આહવા ખાતે યોજાશે ભરતી મેળો

0
73

ડાંગ જિલ્લાના યુવકો માટે ઉપલબ્ધ થશે રોજગારી મેળવવાની તક

ડાંગ : ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧રમી ડીસેમ્બર, ર૦૧૮નાં રોજ આહવા ખાતે એક ભરતી મેળાનું આયોજન કરાયુ છે. જેના માધ્યમથી જિલ્લાના સ્થાનિક યુવક/યુવતિઓને રોજગારી મેળવવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ તા.૧ર/૧ર/ર૦૧૮નાં રોજ ડાંગ જિલ્લા રોજગાર કચેરી-આહવા ખાતે સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી આયોજિત આ ભરતી મેળા દરમિયાન વિશેષ કરીને સેલવાસ, દમણ, વાપી અને વલસાડના જુદા જુદા ઉઘોગ ગૃહ દ્વારા તકનિકિ કૌશલ્યપ્રાપ્ત યુવક/યુવતિઓની પસંદગી કરવામાં આવશે. જેમને અંદાજીત રૂા.૧૩ થી ૧૮ હજાર રૂપિયા સુધીની રોજગારી ઉપલબ્ધ કરાવાશે. આ ભરતી મેળા અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ડાંગ જિલ્લા રોજગાર કચેરી, આહવાનો સંપર્ક સાધવા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY