તા.૧૬ અને ૧૭ ડીસેમ્બરે વડોદરા ખાતે યોજાશે ભરતી પરીક્ષા
આહવાઃ ડાંગ જિલ્લા રોજગાર કચેરી, આહવા તરફથી મળેલી વિગતો અનુસાર આગામી તા.૧૬ અને ૧૭ ડીસેમ્બર, ર૦૧૮નાં રોજ ડાંગ જિલ્લાના અપરિણિત (પુરૂષ) યુવકોને ભારતીય હવાઇ દળમાં એરમેન તરીકેની ભરતી માટેની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તા.૧૪/૭/૧૯૯૮ થી તા.ર૬/૬/ર૦૦ર વચ્ચે જન્મેલા, ૧પર.પ સે.મી.ની ઊંચાઇ ધરાવતા, અને ધોરણ-૧ર કે તેની સમકક્ષ પરીક્ષા પ૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે (અંગ્રેજી સાથે) પાસ કરેલી હોય તેવા ઉમેદવારો ભારતીય હવાઇ દળની સિક્યુરિટી ટ્રેડ/એરમેનની આ ભરતીમાં ભાગ લઇ શકે છે. આ માટે ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી સાથે લેખિત પરીક્ષા આપવાની હોય છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ડાંગ જિલ્લા રોજગાર કચેરી, આહવાનો સંપર્ક સાધવા પણ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




