આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં એફ.વાય.બી.એ./બી.કોમ.માં અભ્યાસકરતા ૩૯૩ વિઘાર્થીઓને, ગુજરાત રાજ્ય સરકારની નમો ઇ ટેબલેટ યોજના હેઠળ, રૂપિયા એક હજારની ટોકન ફીમાં ટેબલેટનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્યા ડૉ.હેતલ રાઉતે વિઘાર્થીઓને શિક્ષણમાં ટેકનોલોજીનો સદ્ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. વાઇસ પિ્રન્સિપાલ ડૉ.નરેશ મહાકાળે શિક્ષણ તેમજ ઑનલાઇન પરીક્ષાઓ, એસાઇમેન્ટ, ટેસ્ટ, કોર્સ વિગેરે માટે આ ટેબલેટનો મહત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




