બસ દુર્ઘટનામાં મહિનાથી મોત સામે ઝઝૂમી રહેલી બાળકીનું મોત

0
6

ડાંગ,તા.૨૨
અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા ગુરુકૃપા ટ્યુશન કલાસના વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી લકઝરી બસ તા. ૨૨મી ડિસેમ્બરના રોજ આહવા-સાપુતારા નજીક ખીણમાં પડી જવાની ઘટનામાં એક શિક્ષિકા સહિત ૧૦ બાળકોના મોત હતા. આ ઘટનામાં છેલ્લા એક મહિનાથી સારવાર લઈ રહેલી બાળકી શ્રેયા કલ્થરીયાનું મંગળવારે મૃત્યુ થયું. મહિનાથી મોત સામે ઝીંક ઝીલી રહેલી ૧૦ વર્ષની ઘાયલ બાળકીને તબીબો ન બચાવી શકિયા.
ડીવાયએસપી જગદીશ વસાવાએ જણાવ્યું હતું કે ગુરુકૃપા ટ્યુશન કલાસિસના સંચાલિકા નીતાબહેન બિપીનચંદ્ર પટેલ ગત તા. ૨૨મી ડિસેમ્બરના રોજ ટ્યૂશન કલાસિસના વિદ્યાર્થીઓને આહવા-સાપુતારા ખાતે લકઝરી મારફતે પિકનિક પર લઈ ગયા હતા. જ્યાં માલગામ ધ્રુલડા નજીક બસ ઊંડી ખીણમાં ખાબકતા ૧૦ બાળકો મોતને ભેટ્યા હતા. જાકે બસ ખીણમાં પડતા અગાઉ ખીણના પહાડો પર ઊગી નીકળેલા ઝાડ પર લટકી ગઈ હતી જેથી ઘણાં વિદ્યાર્થીઓને તેના કારણે બચાવી શકાયા હતા. પરંતુ ધીમે ધીમે ઝાડ પરથી બસે બેલેન્સ ખોવા માંડ્યું હતું. તેમ છતાં છેલ્લે સુધી વિદ્યાર્થીઓને કાઢવામાં વ્યસ્ત શિક્ષિકા અને બસમાં જ રહી ગયેલા ૧૦ બાળકો ભયંકર મોતને ભેટ્યા હતા. જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેમાં એક ૧૦ વર્ષની વિદ્યાર્થીની શ્રેયા ભરતભાઈ કલ્થરીયા પણ હતી. જેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી અમરોલી જીવનજ્યોત હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. એક મહિના સુધી મૃત્યુ સામે ઝીંક ઝીલનાર બાળકીને તબીબો ન બચાવી શકતા આ ઘટનાનો મૃત્યુઆંક ૧૧ પર પહોંચી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY