આગામી તા. ૦૯મી, ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના નિઝર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની રાજયકક્ષા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન યોજાનારના સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે.
સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા તા. ૦૯મી, ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ૦૯મી, ઓગષ્ટના રોજ રાજયના ૧૪ આદિજાતિ વસતિ ધરાવતા જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને તાપી જિલ્લાના નિઝર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કા્યક્રમોના સથવારે રાજયકક્ષાની આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે.
નિઝર ખાતે યોજાનારી આ ઉજવણી દરમિયાન રાજય અને રાજય બહારના સાંસકૃતિક કલામંડળો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસકૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વધુમાં તાપી જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ, સામાજીક તેમજ અન્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય તેવા અગ્રગણ્ય નાગરિકોનું સન્માન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક, અધિકારપત્રો તથા કીટનું વિતરણ કરવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




