ડાંગમાં ચોમાસાની ઋતુને માણવા આવતા પ્રવાસીઓને જોખમી સેલ્ફી લેવા તથા આડેધડ વાહનો પાર્ક નહીં કરવા હુકમ

0
263

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૧૧ જુલાઇઃ- ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીં ઠેર ઠેર નદીનાળા, ઝરણા અને ધોધ બે કાંઠે વહેતા હોય છે. આવા સમયે ખાસ કરીને પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં મોટે પાયે પ્રવાસાર્થે આવતા હોય છે.

      જેમના જાનમાલની સલામતી માટે, તથા આડેધડ પાર્ક કરાતા વાહનોને કારણે કોઇ અકસ્માતો સર્જાય, અને પ્રવાસીઓ સહિત વાહનચાલકોને કોઇ નુકશાન પહોંચે તે ધ્યાને લેતા ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ટી.કે.ડામોરે રોડ સાઇડ ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરવા એક  હુકમ બહાર પાડી સૂચના આપી છે. ઉપરાંત ગમે તે સ્થળોએ ઊભા રહીને, પોતાના કે અન્યોના જાનમાલની પરવાહ કર્યા વિના સેલ્ફી લેવા તથા વાહનો રસ્તાની બાજુમાં પાર્ક કરવા ઉપર પ્રતિબંધ હુકમ કર્યોછે. ની ઘેલછાથી દૂર રહેવા પણ તાકિદ કરી છે.

        ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન વઘઇ-સાપુતારા માર્ગ ઉપર વાહનચાલકો તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરીને ચોમાસાની મઝા માણતા હોય છે. પરંતુ તેમની ક્ષણિક મઝા અને આવેગ ગંભીર અકસ્માત સર્જી શકે તેમ હોઇ, પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.

આ પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેમ પણ વધુમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY