અહો આશ્ચર્યમ..!! ૪૮ કલાક દરિયાના પાણીમાં રહ્યા બાદ યુવાન જીવતો નીકળ્યો

0
41

સુરત,તા.૨૬
સુરતમાં એક અજીબો ગરીબ સામે આવી છે જે કદાચ જાણીને તમામ લોકોને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. સુરતમાં એક યુવક ૪૮ કલાક દરિયામાં રહ્યા બાદ પરત ફર્યો છે. આ યુવક ડુમ્મસના દરમિયામાં ફરવા ગયો હતો, ત્યારે તે ડૂબ્યો હતો. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, ડુમસના દરિયા કિનારે ફરવા ગયેલા અને એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો યુવાન ૪૮ કલાક સુધી ભુખ્યો તરસ્યો રહ્યો હતો.
સદ્દનસીબે ડુમસ દરિયા કિનારે પાણીમાં જેવો ડૂબ્યો ત્યારે અચાનક નજીકમાં બોટ હાથમાં આવી જતા તેના પર ચઢી ગયો હતો. પરંતુ દરિયાના મોજા બોટને દરિયાની અંદર લઈ ગયા હતા, જેના કારણે તેને ૪૮ કલાક સુધી પાણીમાં રહેવું પડ્યું હતું.
પરંતુ કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત સાચી પડતા ૪૮ કલાક બાદ નવસારીના માછીમારોની નજરે આ યુવાન આવ્યો હતો અને તેને બહાર કાઢવામાં મદદરૂપ બન્યો હતો. નવું જીવન મળતા આજે યુવાન ખુશ છે, પરંતુ હવે કોઈ દિવસ દરિયા કિનારે નહિ જવાનું જણાવી રહ્યો છે.
મરોલી પોલીસે યુવાનનો કબજા કારખાનેદારને સુપરત કર્યો છે. યુવાન પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જય ભવાની ઇન્ડસ્ટ્રીયલના કારખાનામાં કામ કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY