દરિયાઈ સપાટીથી ૧૧૦૦ ફૂટ ઉંચે ગર્તાગલીને સ્કાઈ વાક તરીકે વિકસાવાશે

0
103

દહેરાદૂન,તા.૧૬
ચીનની જેમ ભારતમાં ૧૧૦૦૦ ફૂટની ઉંચાઇ પર કાચની ‘સ્કાઇ વાક’ બનશે. જી હા, એડવેન્ચર ટૂરના શોખીન હોવ અને તેમાં પણ જા ચીનના હજારોની કિમી ઉંચાઇ પર બનેલા કાચના પૂલને જાઇને ફરવાની ઇચ્છા થતી હોય અને બેંક બેલેન્સ રજા ન આપતું હોય તો ચિંતાની જરૂર નથી, ભારતમાં પણ આ એડવેન્ચર વાકની મજા માણી શકશો.
ઉત્તરાખંડ સરકારે એક સમયે ભારત અને તિબેટને જાડતા વેપારી માર્ગ પર દરિયાઈ સપાટીથી ૧૧૦૦ ફૂટ ઉંચે આવેલ ગર્તાગલીને રાજ્ય સરકારે સ્કાઈ વાક તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. લગભગ ૩૦૦ મીટરના આ દુર્ગમ રસ્તામાં ચીનના કાઇલિંગ ડ્રેગન ખ્લિફ સ્કાઈ વાકની જેમ કાંચની સપાટી બનાવવામાં આવશે.
ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ અનુસાર, સ્કાઇ વાક બન્યા પછી ગર્તાગલી પ્રવાસીઓને આકર્ષણનું ખાસ કેન્દ્ર બની જશે. ગર્તાગલી નામનું આ સ્થળ ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનર પાર્ક અંતર્ગત આવતી ભૈરવઘાટીના નૈલાંગને જાડતા માર્ગ પર આવેલ છે. કહેવામાં આવે છે કે પેશાવરના પઠાણોએ ભારત-તિબેટ વચ્ચે
આભાર – નિહારીકા રવિયા વેપાર માટે આ રસ્તાને લગભગ ૧૦૦૦ ફૂટની ઉંચાઈએ પથ્થરોને કોતરીને સીડી જેવો ચાલવાનો રોડ તૈયાર કરી બનાવ્યો હતો. જે બાદ આ રસ્તે ઊન, ચામડાની વસ્તુઓ, મીઠું સહિત અનેક વસ્તુ ઉત્તરકાશીના બજારોમાં આવતી હતી. વર્ષ ૧૯૬૫ના યુદ્ધ બાદ આ રસ્તો બંધ કરી દેવામા આવ્યો છે. પરંતુ સેનાએ આ રસ્તાનો ઉપયોગ ચાલુ રાખ્યો. જાકે ૧૯૭૫માં સેનાએ પણ આ રસ્તાનો ઉપયોગ બંધ કરી દીધો હતો.
રસ્તો બંધ થઈ જવાના કારણે અને દેખરેખના અભાવમાં સંપૂર્ણ જર્જરીત સ્થિતિમાં પહોંચી ગયો છે જાકે રોમાંચના શોખીનોએ ગર્તાગલી ફરી શરૂ કરાવવા માટે સતત માગણી ચાલુ રાખી. જેને લઇને અંતે સરકારે માગ સ્વીકારી લીધી. તેમજ આ માર્ગના સમારાકામ માટે ઉત્તરાખંડ સરકારે ૨૬.૫૯ લાખ રૂપિયાનું ફંડ પણ ફાળવ્યું છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY