રાજારીમાં એલઓસી પાસેથી મોટી સંખ્યા હથિયારોનો જથ્થો મળી આવ્યો

0
12

રાજારી,તા.૧૬
જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં નિયંત્રણ રેખા એટલે કે એલઓસીની પાસેથી સેનાને જવાનોના હથિયાર અને હોળા બારુદનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સેનાએ એક સર્ચ ઓપરેશન દરમિયાન આ જથ્થાને જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર બુધવારે એટલે કે સ્વતંત્રતા દિવસે આતંકવાદીઓએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ એને નિષ્ફળ કરી દીધી હતી. એ દરમિયાન સેનાનો એક જવાન પણ ધાયલ થઇ ગયો હતો.
ત્યારબાદથી જ સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઝાંઝર વિસ્તારમાં શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એલઓસીની પાસેથી સેનાના ગ્રુપે ભારે માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી જામકારી અનુસાર સુરક્ષાબળોએ એક મોટા વન ક્ષેત્રને ઘેરી લીધો છે. જંગલોમાં આતંકવાદી છુપાયેલા ના હોય એ સુનિશ્વિત કરવા માટે શોધખોલ અભિયાન ચાલુ છે. એલઓસીની આસપાસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY