દારૂનાં નશામાં ભાન ભૂલ્યું દંપતી, ખરીદી લીધી હોટેલ..!!

0
6

કોલંબો,તા.૧૨
દારૂ પીધી પછી વ્યકિત ભાન ભૂલી જાય છે. કિયારેક દારૂ પીધા પછી વ્યકિત બેફામ ગાડી ચલાવે છે. અથવા તો દારુ પીધા પછી વ્યકિત જ્યાં ફરવા ગયો હોય ત્યાં કોઇ છોકરીના પ્રેમમાં પડી જાય અને સ્થાનિક ચર્ચમાં જ લગ્ન કરી લે છે. દારુ પીધા પછી લોકો જે નિર્ણય લે તેના વિશે નશો ઉતર્યા પછી વિચારમાં મૂકી દે છે.
ઇગ્લેન્ડનું એક દંપતિ શ્રીલંકાની એક હોટેલમાં હનીમૂન માટે રોકાયું હતું અને દારૂ પીધા પછી આ જ હોટેલ ૨૯ લાખ રૂપિયામાં ખરીદી લીધી.
એક અહેવાલ મુજબ, ગીના લિયોન્સ (૩૩) અને માર્ક લી (૩૫) શ્રીલંકામાં હનીમૂન માટે ડિસેમ્બર, ૨૦૧૭માં હનીમૂન પર ગયા હતા.
હનીમૂનની પહેલી રાતે આ દપંતિએ ખુબ દારૂ પીધો અને આ દરમિયાન તેમને ખબર પડી કે, આ હોટેલની લીઝ પુરી થવામાં છે. આ પછી દંપતિએ ૨૯ લાખ રૂપિયા ચુકવીને હોટેલની લીઝ લઇ લીધી. આ લીઝ ત્રણ વર્ષ માટે હોય છે.
દંપતિએ જ્યારે આ હોટેલ ખરીદવાનો વિચાર કર્યો ત્યારે તેમણે જે ફોર્મ ભર્યુ તે વિશે પણ તેમને ખ્યાલ નહોતો. પણ હવે તેઓ ઓફિસીયલી, આ હોટેલનાં માલિક ગણાય. તેમણે આ હોટેલનું નામ બદલીને ‘લકી બીચ ટંગાલી’ રાખ્યું છે.
હનીમૂન પર ગયેલા આ દંપતિનો નિર્ણય સાંભળીને તેના પરિવારજનો અને મિત્રોને લાગ્યુ કે, તેમનો આ નિર્ણય મુર્ખામી ભર્યો છે પણ તેમનો આ જુગાર કારગત નિવડ્યો. કેમ કે, અનેક ગ્રાહકો આ હોટેલમાં રોકાવા માટે જઇ રહ્યા છે અને ધંધો સારો ચાલી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY