દારૂના ધંધા પર સ્ટેટ વિજિલન્સનો દરોડોઃ એકની ધરપકડ

0
273

રાજકોટ,તા.૨૩
રાજકોટ શહેરના રૈયારોડ પરની આમ્રપાલી પોલીસ ચોકીથી થોડે દૂર દરરોજ સાંજે દારૂ-બિયરની ખુલ્લેઆમ ડિલિવરી આપવામાં આવતી હતી. જેને લઈને સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં આવેલી આ જગ્યામાં વર્ષોથી બેરોકટોક દારૂનો વેપલો ચાલતો હતો. સાહિલ નામના શખ્સના આ ગેરકાયદે ચાલતા ધંધા પર સ્ટેટ વિજિલન્સના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને રૂપિયા ૧ લાખનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી એક શખ્સને ઝડપી મુખ્ય સૂત્રધાર સામે ગુનો નોંધ્યો હતો.
શહેરના રૈયા રોડ ઉપર આઝાદ ચોકમાં જુના શોપિંગ સેન્ટરમાં સાહિલ અનવરભાઈ કચરાની માલિકીની એક દુકાનમાં દારૂ-બિયરનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સને મળી હતી. બાતમીને આધારે સ્ટેટ વિજિલન્સના હેડ કોન્સ્ટેબલ મહમદહારુન હૈદર બક્ષ શેખ સહિતના કાફલાએ દરોડો પાડ્યો હતો. જેમાં દારૂ-બીયરના જથ્થા સાથે બેઠેલા શખ્સ અબ્દુલ હાફિઝભાઈ મુનશીની ધરપકડ કરી હતી. તેમજ તેમણે આ દારૂનો જથ્થો સાહિલ અન્વરભાઈ કચરાએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે સાહિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ દારૂ-બિયરની વિવિધ બ્રાન્ડની ૭૭૯ બોટલ કિંમત રૂપિયા ૧,૦૧,૫૫૦ અને એક મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દારૂ જુગાર જેવી બદીઓને દૂર કરવા તાજેતરમાં ગૃહ વિભાગે સ્ટેટ વિજિલન્સની રચના કરી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સે દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY