ચિક્કાર દારૂના નશામાં માતાએ ૮ માસના બાળકને છરીના ઘા માર્યા

0
36

માસ્કો,તા.૨૭
રશિયાના દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં રહેનારી એક માતા દારૂના નશામાં પુત્રના રડવા પર એટલી ગુસ્સે થઇ ગઇ કે એણે હેવાનિયતની હદ પાર કરી નાંખી. પ્રાપ્ત માહિતી મુજબ એડલિના કારિસોવાએ તેના ૮માસના પુત્ર પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેના પુત્રનો જીવ બચાવી લેવાયો છે.
પોલીસે જણાવ્યું હતું કે, એડલિના તેના બોયફ્રેન્ડ અને અન્ય એક મહિલા મિત્ર સાથે દારૂનું સેવન કરી રહી હતી. ત્રણેય કિચનમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્યાંજ કંઇક વાત પર એડલિનાનું તેના બોયફ્રેન્ડ સાથે વાકયુદ્ધ થઇ ગયું હતું. જેને કારણે આઠ માસના બાળક ઉંઘમાંથી જાગી રડવા લાગ્યો હતો. દારૂના નશાનાં ધૂત એડલિનાએ પુત્રના ગળા અને પેટ પર છરીના વાર કર્યા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું કે, એડલિનાની મહિલા મિત્રએ પોલીસ અને એમ્બુયલન્સને જાણકારી આપી હતી. બાળકની સારવાર ચાલી રહી છે તેના પેટ અને ગળાના ભાગ પર ઉંડા ઘા કરાયા છે. હાલ બાળકને આઇસીયુમાં રાખવામાં આવ્યું છે. એડલિના પર હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એવી અટકળો લાગી રહી છે કે, ટ્રાયલ દરમિયાન તેની પાસેથી બાળકની કસ્ટડી લઇ લેવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY