દારૂના કટિંગ પર પોલીસની રેડ, ૨૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત

0
75

સુરેન્દ્રનગર,
તા.૧૯/૦૩/૨૦૧૮

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે પ્રતિદિન દારૂની હેરફેર થતી જાવા મળે છે તો વળી થોડોઘણો દારૂનો જથ્થો ઝડપી લઈને દારૂબંધીના અમલની વાત કરવામાં આવી રહી છે જાકે હકીકત એ છે કે ગુજરાતમાં દારૂનું વેચાણ અને પીનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે લાખોનો દારૂનો જથ્થો તેમજ વાહન સહીત ૨૪ લાખથી વધુનો મુદામાલ જપત કર્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં દારૂનો જથ્થો લીન આવીને તેનું કટિંગ ચાલતું હોય તેવી બાતમીને આધારે એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ ચોટીલા બામણબોર નજીકની એક વાડીમાં દારૂનું કટિંગ ચાલતું હોય જે સ્થળે પોલીસની ટીમે દરોડો કર્યો હતો જેમાં આઈસર ટ્રકમાંથી કારમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હોય જે દરમિયાન પોલીસની ટીમે ઘોસ બોલાવી હતી અને વિવિધ બ્રાંડની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની ૨૬૭ પેટી બોટલ નંગ ૨૬૫૭ અને બીયર ૧૦૫૫ ટીમ મળીને ૧૧,૩૫,૪૦૦ નો દારૂનો જથ્થો તેમજ આઈસર ટ્રક, ઇકો કાર, એક બાઈક અને મોબાઈલ સહીત કુલ ૨૪,૫૩,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વાડીના માલિક ગીગા ભનુ ડાભી, સામંત વશરામ ડાભી, ચોટીલાના ફૂલઝર ગામનો હાલ રાજકોટ રહેતો વિનોદ ભરત સરિયા, અનીલ ભીમા મુળિયા અને ટ્રક ચાલક કરણ સુભાષસિંગ ઠાકુર રહે. યુપી વાલાને દબોચી લેવામાં આવ્યા છે તો ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આ જથ્થો રાજકોટ રહેતા સાગર કિશોર રાઠોડે મંગાવેલો હોવાનું પણ ખુલ્યું હતું. જેથી ઝડપાયેલો જથ્થો બામણબોર પોલીસને સોંપી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, તેમજ દારૂની હેરાફેરીમાં અન્ય નામો ખુલ્યા હોય તેમને પણ દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY