સુરત,તા.૧
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામે નવાપરા વિસ્તારમાં રહેતી એક ૧૮ વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણસર પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બિહારના ધોજાપુર ફરકા ખાતે અને હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામે નવાપરા વિસ્તારમાં હરિઓમ કમ્પાઉન્ડ શિવમ ટેડ્રીગની રૂમમાં યોગીન્દર મંડળ રહે છે. તેમની ૧૮ વર્ષીય દીકરી સુકૃતિ ઉર્ફે લક્ષ્મી યોગીન્દર મંડળે તા-૩૧ માર્ચના રોજ કોઈ અગમ્ય કારણસર ઘરમાં લગાવેલ ઇલેક્ટ્રીક પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




