ઇન્દોર,તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત સૈફી મસ્જિદમાં પહોંચ્યા હતા. વહોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તેમને મંચ સુધી લઇ ગયા હતા. મોદીને ગળે લગાવીને સૈયદનાએ તેમનુ મસ્જિદમાં સ્વાગત કર્યુ હતુ. કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે વહોરા સમુદાય દેશભÂક્તના દાખલા સમાન છે. તેમની કામગીર તમામ જગ્યાએ સ્વાગતરૂપ રહી છે. મોદીએ કહ્યુ હતુ કે આ સમુદાયના લોકો અમારી વાસુદેવ કુટુમ્બકમની પરંપરાને આગળ વધારે છે. મોદીએ સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે અમને અમારા દિલ અને આત્માને પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. દાઉદી વહોરા સમુદાયની પ્રશંસા કરતા મોદીએ કહ્યુ હતુ કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને પોતાના જીવનમાં ઉતાર્યા છે. સદીઓથી દેશ અને દુનિયામાં તેમના સંદેશ પહોંચાડી દીધા છે. ઇમામ અમન અને ઇન્સાફ માટે શહીદ થઇ ગયા હતા. મોદીએ કહ્યુ હતુ કે અન્યાય અને અહંકારની સામે તેમને અવાજ બુલન્દ કર્યો હતો. તેમની પ્રેરણા આજે પણ ખુબ ઉપયોગી છે. મોદીએ કહ્યુ હતુ કે તમામ પંરપરાને પ્રમુખ રીતે પ્રચલિત કરવાનો સમય આવ ગયો છે. મોદીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વહોરા સમુદાયના સૈયદના સાથે મુલાકાત થઇ હતી. ઇન્દોરમાં સૈફી વિલામાં તેઓ રોકાયા હતા. વહોરા સમુદાય સાથે તેમના પહેલાના સંબંધ રહ્યા છે. મોદીએકહ્યુ હતુ કે ગુજરાતમાં કોઇ એવી જગ્યા છે જ્યાં દાઉદી વહોરા સમુદાયના પ્રતિનિધી ન મળે. આ સમુદાયના લોકો તમામ માટે દાખલા સમાન બની ગયા છે. મોદીએ આ સમુદાયના લોકોની કામગીરની
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




