ડિસેમ્બરમાં શિયાળુ સત્ર મળે તેવી શક્યતા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી : શિયાળુ સત્રની તારીખો બદલાય તેવી સંભાવના

0
203

ન્યુ દિલ્હી,તા.૧૬
પાંચ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને સંસદના શિયાળુ સત્રની તારીખો બદલાઈ શકે છે અને કદાચ ડિસેમ્બરમાં સત્ર મળે તેવી શકયતા છે તેમ સરકારના અંતરંગ વતુર્ળોએ જણાવ્યું છે. ગયા વર્ષે પણ એવું જ થયું હતું. ગુજરાતમાં ચૂંટણી હોવાથી સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરને બદલે ડિસેમ્બરમાં મળ્યું હતું. ફરીવાર આ વખતે પાંચ રાજ્યોની ચૂંટણી આવે છે માટે શિડયુલ ચેન્જ થશે.
રાજકીય બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠક આવતા સપ્તાહે મળશે અને આ બારામાં મંથન કરશે. સામાન્ય રીતે તો ડિસેમ્બર માસમાં જ શિયાળુ સત્ર બોલાવવાનો નિર્ણય થશે તેવી પુરી શકયતા છે. રાજકીય પક્ષો પ્રચાર અભિયાનમાં સમય આપી શકે તે માટે શિયાળુ સત્રને પાછું ઠેલવામાં આવે છે અને બીજા કોઈ હેતુ હોતો નથી. જા કે, આ બાબતે સંસદીય બાબતોનાં મંત્રાલયે કશું કહ્યું નથી. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એમ કહ્યું છે કે, હજુ સુધી આ દરખાસ્ત આપી નથી અને અમે કોઈ ચર્ચા કરી નથી. આગળ શું થાય છે તે જાવાનું રહેશે. સંસદના શિયાળુ સત્રમાં સરકારની કસોટી થઈ જવાની છે અને વિપક્ષો એકી અવાજે રાપેલ વિમાન કૌભાંડને લઈને સરકારને મુશ્કેલીમાં મુકવાના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY