ડેડીયાપાડા ના બુરી ગામે પતિના ત્રાસ થી કંટાળેલી પત્નીએ ફાસો ખાઈ જીવન નો અંત આણ્યો

0
141

ડેડીયાપાડા, 20/02/2018

પતિ વિરુદ્ધ પત્ની ને ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરવાનો ગુનો નોંધી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાજપીપલા: ડેડીયાપાડા તાલુકા ના બુરી ગામે રહેતી રવિનાબેન વસાવા ના લગ્ન એક વર્ષ પેહલા ગામનાજ જીતેન્દ્ર રૂપસિંગ વસાવા સાથે થયા બાદ એકજ મહિના માં જીતેન્દ્ર તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો અને તારીખ 19-2-18 ના રોજ સવારે 9 વાગે પણ આ ઝગડો અને ત્રાસ નો સિલસિલો યથાવત હતો જેમાં ઢોર ચારવા બાબતે ઝગડો થતા રવીના ને માર માર્યો હોય વારંવાર ના ઝગડા અને માનસિક શારીરિક ત્રાસ થી કંટાળી ને રવીના એ તેજ સમયે બુરી ગામની સિમ માં જેઇ ફાસો ખાઈ લેતા ગામ માં આ વાત વાયુવેગે ફેલાતા ચકચાર મચી હતી ત્યારે ઘટનાની જાણ થતાંજ પોલીસે ત્યાં આવી બાજી સાંભળી હતી અને ગુરુજી ગોમાં વસાવા ની ફરિયાદ ના આધારે પતિ જીતેન્દ્ર વિરુદ્ધ રવીના ને ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હોવાનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .તપાશ ડેડીયાપાડા પી.એસ.આઇ. વી.એસ.ગઢવી કરી રહ્યા છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY