પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

0
117

પાલેજ :

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ચાર રવિવારથી બુથ સ્તરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત રવિવારના રોજ ભરૂચના પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાલેજ નગર ખાતે અાવેલા હાઇસ્કૂલ, કુમારશાળા તેમજ કન્યાશાળા ખાતે બુથ લેવલ અધિકારીઓએ સેવા અાપી હતી. યોજાયેલા મતદાર યાદી કાર્યક્રમમાં મતદારોએ ઉત્સાહપૂર્વક રસ દાખવી નવા નામ નોંધણી, નામ કમી તેમજ નામ સુધારા માટે ઉમટી પડી એક જાગૃત મતદાર તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. તો ત્રણેય બુથો પર નિયુક્ત કરાયેલા બીએલઓ જ નિષ્ઠાપૂર્વક બજાવી મતદારોને સહકાર અાપી સેવા બજાવી હતી.

(ઉવૈસ લાંગીયા.પાલેજ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY