900 આંગણવાડી માટે 1800 બહેનો ને નોકરી ની લાલચ આપી લખો નો ચૂનો ચોપડી બે ભેાબાજો ફરાર થતા ફરિયાદ
આંગણવાડી માટે વર્કર અને તેડાગર બેહનો ની નોંધણી કરી દરેક પાસે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન ના 600/- અને દરેક નું બેંક માં ખાું ખોલા નું જણાવી બહેન દીઠ 1000/- મી 1600/- રૂપિયા એક મહિલા દીઠ ઉઘરાવી ઓફિસ ને તાળા મારી ફરાર

રાજપીપળા : નર્મદા જિલ્લા ા ડેડીાપાડા ચાર રસ્તા પાસે એક મકાન માં એસ એમ વી ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી ગત જાન્યુઆરી થી 14 સુપરવાઈઝરો બનાવી તમામ સુપરવાઈઝરો ને ગામે ગામ 900 આંગણવાડી ખોલવા ની હોવાનું જણાવી એક આંગણવાડી માં એક આંગણવાડી વર્કર અને તેડાગર બહેન આમ આંગણવાડી દીઠ બે મળી કુલ 1800 બહેનો ન નિમણુંક કરવાની કામગીરી આપી.

ત્યારબાદ આ 14 સુપરવાઈઝરો એ ગામે ગામ ફરી 1800 બહેનો ઉભી કરી તેમની પાસે સંસ્થા ના સંચાલકો ના જણાવ્યા મુજબ બહેન દીઠ 600/- રજીસ્ટ્રેશન ફી અને 1000/- રૂપિયા બેંક ખાતા નું જણાવી 1600 રૂપિયા લેખે રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું અને આંગણવાડી શરૂ પણ થઈ પરંતુ થોડા સમય બાળકોને ભણાવ્યા બાદ બહેનો પાસે ઉઘરાવેલા 13,81,500/- રૂપિયા તેમજ 14 સુપરવાઈઝરો ના પગાર ના કુલ 4,20,000/- ન ચૂકવી સંસ્થા ચલાવતા બે આરોપી પૈકી અનુપસિંહ પી ઠાકોર(રહે,ઠાસરા,જિલ્લો,ખેડા ) તેમજ ગોવિંદ મણિલાલ તડવી (રહે,આંબાવાડી,ડેડીયાપાડા) એ તમામ સાથે છેતરપિંડી કરી એસ એમ વી ફાઉન્ડેશન સંસ્થા ની કચેરી ને તાળા મારી ફરાર થઈ જતા રતનભાઈ કરણભાઇ વસાવા ( રહે,મંડાળા,ડેડીયાપાડા ) એ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







