મને કરિયરમાં ક્યારેય પ્રશંસા નથી મળી : રણજીત

0
23

મુંબઈ,તા.૧૩
બોલીવુડમાં ૭૦-૮૦ના દશકની ફિલ્મોમાં જેટલી લાઇમલાઇટ હિરો-હિરોઇનને મળતી હતી તેનાં કરતાં વધુ ઓળખ ફિલ્મના વિલનને મળતી હતી. કારણ કે સમગ્ર ફિલ્મની સ્ટોરીની શરૂઆત વિલનથી થતી હતી અને તેનો અંત પણ વિલનના અંત સાથે આવતો હતો.
વિલનના પાત્રમાં અનેક કલાકારો જોવા મળતાં પરંતુ આજે પણ કોઇ હિન્દી ફિલ્મના વિલનને યાદ કરીને નફરત થાય તો તે છે રણજીત. આમતો રણજીતને તેમના કામથી ઘણી નામના મળી. બોલીવુડ ફિલ્મોમાં વિલન રણજીતની ઓળખ આજે પણ એક નેગેટિવ રોલમાં છે. વાતને રણજીત પોતે પણ માને છે. તેમણે ફિલ્મોમાં અત્યાર સુધી ૩૫૦ રેપ સીન શાટ આપ્યાં છે.
રણજીતને તાજેતરમાં જ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુમાં અનેક ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, મને કરિયરમાં ક્યારેય પ્રશંસા નથી મળી. દર્શકો મારા પાત્રના કારણે મને હંમેશા નેગેટિવ જ સમજ્યો છે. રણજીતે વધુમાં જણાવ્યું, મારા પાત્રોની અસર આજે પણ મારા જીવન પર છે. મે ઘણાં સમયથી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે પરંતુ લોકો આજે પણ મારી પ્રશંસા કરતાં નથી.
રણજીતે જણાવ્યું કે, હું ઘણાં લાંબા સમયથી સ્કાર્ફ પહેરું છે. તે પણ ધીરે-ધીરે વિલનના ડ્રેસિંગનો એક ભાગ બની ગયો. તેમના આ સ્ટાઇલને તેમની દિકરીએ જ ડિઝાઇન કરી છે. રણજીતની દિકરી દિવ્યાંકા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે કામ કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY