ડેડીયાપાડાના કોળીવાડા નદી પાસે બળદ ચરાવવા ગયેલ વ્યક્તિ પાણીમાં ડૂબી જતા મોત

0
166

બળદ ચરાવતા નદીની ભેખડ પર થી પગ લપસી જતા ઊંડા પાણીમાં પડેલા વ્યક્તિને શોધવા રાજપીપળા પાલિકાની ફાયર ટીમે બે કલાક રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ના કોળીવાડા પાસે આવેલી તરાવ નદી પાસે બળદ ચરાવવા ગયેલા કોળીવાડા નિશાળ ફળિયામાં રહેતા માનકાભાઈ મણિયાભાઈ વસાવા અને કલ્પેશ રડતીયા વસાવા નદી કિનારે પોતાના બળદ ચરાવતા હતા ત્યારે માનકાભાઈ વસાવા (58) નો નદીની ભેખડ પર થી પગ લપસી જતા એ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે અમને બુમાબુમ કરી પરંતુ સાથી મિત્ર કલ્પેશ કઈ કરે એ પહેલાજ એ ઊંડા પાણીમાં આગળ ખેંચાઈ ગયા બાદ પોલીસ અને રાજપીપળા પાલિકા ની ફાયર ટિમ ને જાણ કરવામાં આવી હતી જોકે વરસાદી વાતાવરણ અને સાંજના અંધારા માં રેસ્ક્યુ શક્ય ન હોવાના કારણે પાલિકાની ફાયર ટીમે શનિવારે સવારે બે કલાક જેવા રેસ્ક્યુ બાદ માનકાભાઇનો મૃતદેહ શોધી કાઢતા ડેડીયાપાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY