મુંબઈ,તા.૭
નવી મુંબઈ ઍરપોર્ટ ૨૦૨૧ સુધીમાં શરૂ થવાની શકયતા હોવાના સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન)ના સેક્રેટરી આર. એન. ચૌબેના નિવેદન બાદ પણ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ૨૦૧૯ની ડેડલાઇનને વળગીને રહ્યા છે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી એવિએશન સમિટમાં બોલતા ચૌબેએ જણાવ્યું હતું કે નવી મુંબઈ ઍરપોર્ટ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં શરૂ થાય એવી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આશા છે. એટલે કે ઍરપોર્ટને ૨૦૧૯ સુધીમાં શરૂ કરવાની ડેડલાઇન રાજ્ય સરકાર ચૂકી જાય એવી શકયતા છે.
જાકે, આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મને નથી ખબર કે તેમણે (ચૌબે)એ શું કીધું, પરંતુ મેં જે કહ્યું તે તમને ખબર છે. (માર્ચ મહિનામાં ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે નવી મુંબઈ ઍરપોર્ટનું પહેલું ટર્મિનલ અને રનવે ૨૦૧૯ના અંત સુધીમાં તૈયાર થઇ જશે.)
ઉલ્લેખનીય છે કે સિંગલ રનવે ધરાવતા મુંબઈ ઍરપોર્ટે ૨૦૧૭-૧૮માં ૪૮.૫ મિલિયન પ્રવાસી હેન્ડલ કર્યા હતા. છેલ્લાં અમુક વર્ષમાં મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો ખૂબ વધ્યો છે. સિંગલ રનવે પર એટલા વિમાનનું ઊડાન અને ઊતરાણ (ટેક આૅફ અને લેન્ડિંગ) થાય છે કે ઍર ટ્રાફિક ક્ધટ્રોલ કરવામાં ખૂબ સમસ્યા થાય છે. આ ઍરપોર્ટનો ભાર ઓછો કરવા માટે વૈકલ્પિક ઍરપોર્ટ તરીકે નવી મુંબઈ ઍરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




