વિજયનગર,તા.૭
આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને પરિવાર જનોને ખભા પર લટકાવીને જંગલ વિસ્તારમાંથી ચાર કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઇ જવી પડી હતી. કારણ કે આ વિસ્તાર રસ્તાથી જાડાયેલો નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ભવતી મહિલાના ગામથી હોસ્પિટલ સાત કિલોમીટર દૂર છે. પરંતુ આ મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપી દીધો અને તેઓ પરત ઘરે જતા રહ્યાં. જાકે સારી ખબર એ છે કે કોઇપણ જાતની બંન્નેમાંથી એકને પણ ઇજા પહોંચી નથી. માતા બાળકનું સ્વાસ્થ્ય સારૂં છે. નોંધનીય છે કે આ ઘટના ૪ સપ્ટેમ્બરની છે.
નોંધનીય છે કે એકદમ આવી જ ઘટના વિજયનગરમમાં જ આ પહેલા ૨૯ જુલાઇના રોજ થઇ હતી. જ્યાં રસ્તાઓ સારા ન હોવાને કારણે ગર્ભવતી મહિલાને આશરે ૧૨ કિલોમીટર સુધી ખભા પર લટકાવીને લઇ જવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા પણ દેશના ઘણાં વિસ્તારોમાં તંત્રની લાપરવાહી કે પછી રસ્તાઓની ખરાબીને કારણે આવી ઘટનાઓ સામે વતી રહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





