ભારતમાં ૪૧ ટકા કર્મચારીઓ પોતાના વેતનથી નાખુશ : સર્વે

0
21

એશિયામાં ૯૩ કરોડ કર્મચારીઓ લાયકાત કરતા પણ ઓછા પગારનો શિકાર બન્યા
ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતમાં ૪૧ ટકા કર્મચારીઓને લાગે છે, કે તેમનું વેતન ઓછુ છે, અને તેમને વધારે વેતન મળવું જાઇએ. આ મામલે ભારત દુનિયામાં ચૌથા નંબરે છે. જ્યાં કર્મચારીઓને ઓછા વેતનને લઇને ફરિયાદ છે. આ પહેલા એ પહેલા આ પ્રકારના વિચારો વાળા દેશમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મંગોલિયા છે. આ ચાર દેશ ૨૨ દેશો વાળા એશિય-પ્રશાંત દેશોમાં સૌથી ખરાબ હાલકતમાં છે. આ સ્થિતિ જાહેર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન(આઇએલઓ)ના રીપોર્ટમાં બતાવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં આશરે ૯૩ કરોડ કર્માચારી નબળી રોજગારીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. આ અંગે સંગઠને કહ્યું કે આ દેશોએ રોજગારના સ્તરમાં સુધારો લાગવવો જાઇએ. પરંતુ આ અંગે કોઇ નિશ્ચિત સંખ્યા નથી. પરંતુ આ ક્ષેત્રમાં ૪૮.૬ ટકા કર્મચારી જાતે જ તેમને નબળા માની રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે,કે વર્ષ ૨૦૨૦માં આ પ્રકારના કર્મચારીઓની સંખ્યા ૪૮ ટકા સુધી થઇ શકે છે. એટલે દરેક બીજા કર્મચારીમાં એક તેની કંપનીને લઇને અસુરક્ષાનો અહેસાસ કરી રહ્યો છે.
ભારતમાં આ સમસ્યાનું પ્રમાણ સૌથી વધારે છે. સમાચાર અનુસાર એક્સએલઆરઆઇ જમશેદપુરમના પ્રોફેસર કે. આર શ્યામ સુંદરનું કહેવું છે, કે અહિ સંગઠિત ક્ષેત્રોમાં ખરાબ ગુણવત્તા અને ઓછી સેલરીમાં નોકરી કરનારા કર્મચારીઓ મજબૂર છે. પરંતુ હાલ સંહઠિત ક્ષેત્રોમાં શ્રમ યોગદાનના સારા સંકેત જાવા મળી રહ્યા છે. સરકાર નોકરીની ગુણવત્તા પર ધ્યાન આપી રહી છે. સંગઠિત ક્ષેત્રોમાં ઓછ સમય માટે કોન્ટ્રાક્ટ આધારિક જાબથી મદદ નહિં મળી શકે.
ઓછી સૈલરકી પર નોકરી કરનારાઓમાં બાંગ્લાદેશ સૌથી ઉપર આવતો દેશ છે. જ્યારે હોન્ગકોન્ગમાં તેની સંખ્યા માત્ર ૧૪.૬ ટકા છે. જે આ મામલે એશિયા-પ્રશાંતમાં સૌથી સારો દેશ માનવામાં આવે છે. હોન્ગકોન્ગ બાદ થાઇલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ફિલીપીંસ, સિંગાપુર, સૌથી સારી સ્થિતિમાં છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ૫૨.૧ ટકા લોકો ઓછી સેલરી માટે ફરિયાદ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY