રામનાથ કોવિંદ સાત દિવસની વિદેશ યાત્રાએ,ઓસી.જનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ

0
9

ન્યુ દિલ્હી,તા.૧૮
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારથી એક સપ્તાહ સુધી વિદેશ યાત્રાએ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયતનામ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેઓ ઓસ્ટ્રેલિયા જનારા પહેલા ભારતીય રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિના પ્રેસ ઉપસચિવ ડા. નિમિષ રુસ્તગીએ જણાવ્યુ છે કે રાષ્ટ્રપતિ કોવિંદ અઠારથી ચોવીસ નવેમ્બર સુધી વિયતનામ અને ઓસ્ટ્રેલિયાની સ્ટેટ વિઝિટ પર છે.
તેમણે કહ્યું છે કે ભારતના વિયતનામ અને ઓસ્ટ્રેલિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો ઘણાં મજબૂત છે. યોગાનુયોગ રામનાથ કોવિંદ ઓસ્ટ્રેલિયા જનારા પહેલા ભારતીય રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ કોવિંદની વિદેશ યાત્રાનો પ્રારંભ વિયતનામના તટવર્તી શહેર દા નાંગથી થશે. કોવિંદ અહીંથી વિયતનામના પાટનગર હનોઈ જશે. તેઓ વિયતનામના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન એમ બંને સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયતનામની સંસદને પણ સંબોધિત કરવાના છે.
રાષ્ટ્રપતિ કોવિંદ પોતાની વિદેશ યાત્રાના બીજા તબક્કામાં ૨૧ નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચશે. કોવિંદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળશે અને બંને સાથે મળીને મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતીના અવસરે ગાંધી પ્રતિમાનું અનાવરણ પણ કરવાના છે. કોવિંદ સિડની અને મેલબર્ન પણ જશે. રાષ્ટ્રપતિ કોવિંદ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ પીટર કાસ્ગ્રોવની સાથે પણ વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ કોવિંદ ઓસ્ટ્રેલિયાની નાણાંકીય સમીક્ષાલક્ષી બિઝનસ ઈવેન્ટને પણ સંબોધિત કરશે અને ઓસ્ટ્રેલિયા-ભારત બિઝનસ કાઉન્સીલરમાં ડીનર પણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY