નવી દિલ્હી,તા. ૧૦
દિલ્હી અને એનસીઆરમનાં રવિવારના દિવસે હળવા આંચકા આવ્યા બાદ આઈજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આજે સવારે આશરે સાડા છ વાગ્યાની આસપાસ આંચકો આવ્યો હતો. ધરતીકંપનુ કેન્દ્ર ઉત્તરપ્રદેશના મેરઠમાં હોવાનુ જાણવા મળ્યુ છે. રિકેટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૮ જેટલી આંકવામાં આવી છે. હજુ સુધી ધરતીકંપના કારણે નુકસાનને લઇને કોઇ માહિતી મવી નથી. રવિવારના દિવસે હરિયાણાના ઝ્ઝજરમાં હળવી તીવ્રતાના આંચકા આવ્યા હતા. દિલ્હી અને એનસીઆરમાં આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે ગઇકાલે સાંજે ૪.૩૭ વાગે પણ આંચકો આવ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દેશના કેટલાક ભાગોમાં હાલના મહિનામાં આંચકા આવતા રહ્યા છે. સતત બે દિવસ સુધી આંચકા આવ્યા બાદ સંબંધિત વિભાગના વૈજ્ઞાનિકો અભ્યાસમાં લાગી ગયા છે. દેશના કેટલાક ભાગો પણ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે રહ્યા છે. દિલ્હી અને એનસીઆર ઉપરાંત દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ હાલમાં થયેલા ભૂકંપને લઇને અભ્યાસની ગણતરી ભૂગર્ભ વૈજ્ઞાનિકો હાથ ધરી રહ્યા છે. ભારતમાં મોટા ભૂકંપ આવી શકે છે તેવી વાત વિતેલા વર્ષોમાં પણ કરવામાં આવી ચુકી છે. અલબત્ત ભારતના કેટલાક ભાગો સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત સ્થળો છે પરંતુ વિશ્વના કેટલાક દેશો સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તારો છે જેમાં જાપાન, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોમાં વારંવાર પ્રચંડ આંચકા આવતા રહે છે. આ દેશો ભૂકંપ સાથે સંબંધિત ટેકટોનિક પ્લેટ ઉપર સ્થિત છે. આ તમામ દેશોમાં આવાસની બનાવટ પણ ભૂકંપને ધ્યાનમાં લઇને કરવામાં આવે છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



