ન્યુ દિલ્હી,તા.૧૮
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમારને આંખ અને ઘૂંટણના ઉપચાર માટે મંગળવારે સવારે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ રૂટિન ચેકઅપ માટે એમ્સમાં દાખલ થયા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા કેટલાક દિવસ પહેલા નીતીશ કુમારના બીમાર થવાની ખબર આવી હતી જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરવાની માંગ કરી હતી. તેજસ્વી યાદવ વારા આપવામાં આવેલા નિવેદનને કારણે બિહારની રાજનીતિમાં ઘણો હંગામો થયો હતો.
નીતીશ કુમાર સોમવારે બિહારથી દિલ્હી પહોંચ્યા હતા. ચર્ચા થઇ રહી છે કે નીતીશના દિલ્હી પ્રવાસ દરમિયાન વર્ષ ૨૦૧૯ લોકસભા ઈલેક્શન માટે સીટોની વહેંચણીને અંતિમ રૂપ આપી શકાય છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હજુ કેટલાક દિવસો સુધી દિલ્હીમાં જ રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



