સુરત,તા.૭
સુરતના ખજાડગામ નજીકના નવનિર્મિત ડાયમંડ બુશમાં વધુ એક મજૂર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. ગુરુવારે સવારે બનેલી આ ઘટના બાદ મજૂરોના ટોળાઓએ પોલીસને પણ ઘટના સ્થળે જતા અટકાવી દેવા માનવ સાંકળ બનાવી રસ્તોઓ બ્લોક કરી દીધા હતા. છેલ્લા કેટલાક સમયમાં ત્રણથી વધુ મજૂરોએ આપઘાત કરી લીધા હોવાનું અને કોન્ટ્રાકટ્ટર દ્વારા યોગ્ય વળતર ન મળતું હોવાનું કહી સાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ખજાડગામ નજીકના નવનિર્મિત ડાયમંડ બુશમાં વધુ એક મજૂર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. ગુરુવારે સવારે બનેલી આ ઘટના બાદ મજૂરોના ટોળાઓએ પોલીસને પણ ઘટના સ્થળે જતા અટકાવી દેવા માનવ સાંકળ બનાવી રસ્તોઓ બ્લોક કરી દીધા હતા. છેલ્લા કેટલાક સમયમાં ત્રણથી વધુ મજૂરોએ આપઘાત કરી લીધા હોવાનું અને કોન્ટ્રાકટ્ટર દ્વારા યોગ્ય વળતર ન મળતું હોવાનું કહી સાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિફરેલા લોકોએ એમ્બ્યુલન્સને પણ ઊંધી પાડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






