સ્કૂલમાં બેચ પર બેસવાને લઈને બે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂની ખેલ ; બ્લેડથી પીઠ ફાડી નાંખી

0
13

ન્યુ દિલ્હી,તા.૧૪
દિલ્હીના બદરપુર વિસ્તારની એનટીપીસીમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક વિદ્યાર્થીએ સામાન્ય બાબતમાં પોતાના મિત્રની સાથે મળીને પોતાની સાથે ભણતા એક વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો કર્યો હતો. બ્લેડથી હુમલો થયા બાદ વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિદ્યાર્થીની બ્લેડથી પીઠ ફાડી નાખવામાં આવી હતી. ઘટનાને પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનો જીવ બચાવવા માટે ડાક્ટરોએ તેની પીઠ પર ટાંકા લગાવવા પડ્યા હતા.
રિપોર્ટ મુજબ, બન્ને વિદ્યાર્થીઓ ૭મા ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા. શુક્રવારે બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે એક સીટ પર બેસવાને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધમકી આપી હતી કે તે તેને બ્લેડથી મારશે અને તે વિદ્યાર્થી એવું કરવામાં સફળ પણ રહ્યો હતો. નાસ્તાના ટાઈમે જે વખતે પીડિત વિદ્યાર્થી બાથરૂમમાં ગયો, ત્યારે તેની સાથે આરોપી વિદ્યાર્થીએ પોતાના મિત્રોની સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો, જેના લીધે આરોપી વિદ્યાર્થીની હાલત કંફોડી બની હતી.
ઘટના બાદ પીડિત વિદ્યાર્થીના પીઠમાંથી લોહી વહેવા લાગ્યું હતું, ત્યારે સૌથી પહેલા સ્કૂલના મેડિકલ રૂમમાં તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જ્યારે સ્કૂલમાં થનાર ટ્રીટમેન્ટથી વિદ્યાર્થીની હાલત ન સુધરી તો શિક્ષકોએ પીડિત વિદ્યાર્થીને નજીકની એક ડિસ્પેંસરી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેને એમ્સ ટ્રામા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, વિદ્યાર્થીની પીઠ પર ૩૫થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY