ડિપ્રેશનથી ગર્ભધારણની શક્યતા ઘટી જતી હોય છે

0
294

વોશિંગ્ટન, તા.૦૮
સતત ડિપ્રેશનમાં રહેતી મહિલાઓની ગર્ભધારણની શક્યતાઓ ઘટી જતી હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, ડિપ્રેશનમાં રહેતી મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ગર્ભધારણની શક્યતાઓ સામાન્ય મહિલાઓની સરખામણીએ ૩૮ ટકા જેટલી ઘટી જતી હોય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ, સંશોધનમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ ડિપ્રેશનની સ્થિતિમાં લેતી ગોળીઓ પણ તેમની ગર્ભધારણની સંભાવના પર ખૂબ જ નકારાત્મક અસર પહોંચાડે છે. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યુ હતું કે, અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, વાંઝણાપણુ અને ડિપ્રેશન દૂર કરતી દવાઓ વચ્ચે ગાઢ સંબંધ હોવા છતા વર્તમાન સમયમાં ડિપ્રેશનની દવાઓથી ગર્ભ ધારણની સંભાવના પર કોઈ નકારાત્મક અસર થતી જાવા મળતી નથી. સંશોધક નિલ્લનીએ જણાવ્યુ હતું કે, અમારા સંશોધન મુજબ, ડિપ્રેશનના મધ્યમથી ગંભીર લક્ષણના કારણે ગર્ભધારણમાં વિલંબ થઈ શકે છે. જાકે, તેનાથી એ વાત પર કોઈ અશર થતી નથી કે તે મહિલા અત્યારે ડિપ્રેશનમાં કઈ દવાનુ સેવન કરી રહી છે. ડિપ્રેશનમાં રહેતી મહિલાઓ કોઈપણ દવાનુ સેવન કરતી હોય તેના ગર્ભધારણની શક્તિ વધુ વિકસીત થઈ શકતી નથી. જેથી યોગ્ય સમયે ગર્ભધારણ માટે મહિલાઓ ડિપ્રેશનથી દૂર રહે તે જરુરી બની જાય છે. આ સંશોધન અમેરિકન જનરલ ઓફ અબ્સ્ટ્રેટિપસ એન્ડ માઈનોકોલોજીમાં પ્રકાશિતક કરાયુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY