આઈપીએલમાં સટ્ટાખોરીને કાયદેસર બનાવવી જાઈએ

0
170

નવી દિલ્હી, તા.૦૮
આઈપીએલ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય ટી-૨૦ ક્રિકેટ લીગ છે. દુનિયાના દરેક દેશના ખેલાડી આ લીગમાં રમીને પોતાની જાતને સાબિત કરીને પોતાની ઓળખ બનાવવા માંગે છે. આશરે એક દાયકા જુની આ લીગે આ દરમિયાન કેટલાક પ્રકારના ઉતાર ચઢાવ જાયા અને કેટલાક પ્રકારના વિવાદોમાં પણ પડી પરંતુ આ લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ રહી. વર્ષ ૨૦૧૩માં થયેલ સ્પોટ ફિક્સિંગ વિવાદે એટલો ઘસારો લગાવ્યો કે બીસીસીઆઈને પોતાના મૂળભૂત માળખામાં ફેરફાર કરવા પડ્યા. એવામાં આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની સહ માલકિન પ્રીતિ ઝિંટાએ સલાહ આપી છે કે ભારતમાં સટ્ટાખોરીને કાયદેસર કરી દેવી જાઈએ. પ્રીતિ ઝિંટાએ કહ્યુ કે,સટ્ટાખોરીને કાયદેસર કરી દેવાથી સરકાર માટે એક આવકનુ નવુ સાધન પણ ઉભુ થશે. પ્રીતિએ જણાવ્યુ કે, સટ્ટાખોરીને કાયદેસર કરી દેવાથી આ સ્પર્ધામાં છવાયેલા ભ્રષ્ટાચારને રોકવામાં પણ સરકારને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં આઈપીએલ સ્પર્ધામાં સટ્ટાખોરી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. આઈપીએલ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ટી-૨૦ લીગ સ્પર્ધા ગણાય છે. સટ્ટાખોરી સહિતના અનેક વિવાદોને કારણે આઈપીએલ બહુ બદનામ પણ થઈ છે. ગત વર્ષે બોલીવુડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનુ નામ પણ આમાં સામેલ થયુ હતું તેણે કબુલ્યુ હતું કે આઈપીએલની મેચોમાં એણે સટ્ટો રમ્યો હતો અને રુપિયા ૨.૮૦ કરોડની રકમ ગુમાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY