દેશની સુરક્ષા માટે સૈનિક અને આરોગ્ય માટે સફાઈ કામદાર રાષ્ટ્રના બે મુખ્ય આધારસ્થંભ છે : મનહરભાઈ ઝાલા જિલ્લા-શહેરના ઉચ્ચ અધિકારીઅો અને સફાઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો યોજાઈ

0
215

સુરત, તા.૫

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય-નવી દિલ્હી રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાની નગરપાલિકાઓના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક તથા સફાઈ યુનિયનોના જુદા જુદા યુનિયનોના પ્રમુખ, મંત્રીઓ સાથે બેઠક યોજી સફાઇ કામદારોના આરોગ્ય, વીમા, આવાસ, બાળકોનાં શિક્ષણ, નોકરીને લગતા વિવિધ પ્રશ્નો અંગેની રજુઆતો સાંભળી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સફાઈ કર્મચારી યુનિયનો તથા જિલ્લા- મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત સૈનિક અને નાગરિકોના આરોગ્ય અને સુખાકારી જેમના પર નિર્ભર છે એવા સફાઈ કામદારો રાષ્ટ્રના બે મુખ્ય આધારસ્થંભ છે. સફાઈકર્મીઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ની કરોડરજ્જુ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ને સફળ બનાવવામાં સફાઇ કામદારોની ભૂમિકા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, પોતાના સ્વાસ્થ્યના જોખમે દેશના નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી રાખતા સફાઈ કામદારને સન્માનની નજરે જોવામાં આવે તે ખુબ જરૂરી છે.
પ્રથમ બેઠકમાં ચેરમેનશ્રીએ સફાઈ કામદારોને સેફટી માટે ગુણવત્તાયુકત સાધનો આપવા, અનુભવી કામદારોને ભરતીમાં પ્રાયોરીટી, રખડતા પશુઓ પકડવા જાય ત્યાં સેફટી પુરી પાડવી, રોસ્ટર પ્રથાનો અમલ, પી.એફ.ના નાણા સમયસર એનાયત થાય જેવા વિવિધ સફાઇ કર્મચારી મંડળના હોદ્દેદારોએ રજુ કરેલા સફાઇ કામદારોના પ્રશ્નો સંદર્ભે રજૂઆતોના નિરાકરણ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. ચેરમેનશ્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સફાઈ કર્મચારી નિવૃત્તિના છ મહિના અગાઉ તેમને ચૂકવવામાં આવતા લાભોની કામગીરી કરવા તેમજ ભુગર્ભ ગટર કામગીરી દરમિયાન મૃત્યૃ પામેલા કર્મચારીઓને રૂ.૧૦ લાખની સહાય ચૂકવણી અંગે પણ અધિકારીઓ પાસે વિગતવાર માહિતી મેળવી હતી. હવે પછી ભુગર્ભ ગટર સાફ સફાઈ દરમિયાન કર્મચારીના મૃત્યૃના કિસ્સાઓમાં પ્રિન્સિપલ એમ્પ્લોયર તથા કોન્ટ્રાકટરો વિરૂધ્ધ એફ.આઈ.આર. કરવાની તાકીદ પોલીસ વિભાગને કરી હતી. આ ઉપરાંત ઢોર પકડવા જતા કર્મચારીઓ પર હુમલા થાય તો કોર્પોરેશન ફરિયાદી બને તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.
ચેરમેનશ્રીએ સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસ, નગરપાલિકાઓમાં કાયમી કર્મચારીઓની ભરતી, આવાસોની ફાળવણી, સરકારની વિવિધ યોજનાઓના લાભો મળે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક ગ્રામ્ય, જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY