પ્રવાસન મંત્રીના હસ્તે બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ કરાયો સંગીત, નૃત્ય, ઊંટ સવારી, ઘોડે સવારી જેવા વિશેષ આકર્ષણો પ્રવાસીઅો માણી શકશે

0
13

સુરત, તા.૫

હરવા ફરવાના મોજીલા સુરતીલાલાઓ માટે પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવાલીના દરિયાકિનારે બીચ ચોપાટી ખાતે આયોજીત બીચ ફેસ્ટીવલ-૨૦૧૮નું પ્રવાસનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્દધાટન થયું હતું.
આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, વનસંપદાની ભરપુર કુદરતી સૌદર્ય કુદરતી બક્ષ્યું છે. ભારતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગુજરાતમાં આવી રહ્યા છે. તેમ જણાવી કહ્યું કે, એક સમયે વર્ષે દહાડે બે થી અઢી કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં આવતા હતા પણ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિદ્યદ્રષ્ટ્રિના પરિણામે રણોત્સવ, પતંગ મહોત્સવ, વાયબ્રન્ટ નવરાત્રી, સાપુતારા મોનસૂન ફેસ્ટીવલોની ઉજવણીના પરિણામે આજે ૨૦૧૭-૧૮ના વર્ષમાં પાંચ કરોડ પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લિધી હોવાનું તેમણે કહ્યું હતું.
વીયેટનામ, બાગ્લાદેશ, શ્રીલકા, અફધાનિસ્તાન, તાન્જાનીયા, જેવા ૩૨ દેશોના વિદ્યાર્થીઓ પણ સુવાલી બીચના કાર્યક્રમોને માણવા પધાર્યા છે. આ ફેસ્ટીવલ તા.૩/૧૧/૨૦૧૮ થી તા.૨/૧૨/૨૦૧૮ દરમિયાન દરરોજ સાંજે સુવાલીના રમણીય બીચ પર મહેદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાલ-રમતો તમજ રો કલાઈમ્બિગ, ટાયર કલાઈમ્બિગ, ઝોર્બિગ, બીમ, બર્મા બ્રિજ, ઊટસવારી, ઘોડે સવારી તેમજ ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ આનંદ માણી શકશે. રાજયના સ્થાનિક કલાકરો દ્વારા દરરોજ સાંજના ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ તથા ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલે બિચ ફેસ્ટીવલથકી હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે પ્રવાસન ધામ બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ કલાકારશ્રી નટુકાકા(ધનશ્યામ નાયક) અને બાધાભાઈ(તન્મય વેકરીયા)એ પોતાની લાક્ષણિકતાઓ દ્વારા મનોરંજન પુરુ પાડયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રિતીબેન પટેલ, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી મુકેશભાઈ, ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ, સરપંચશ્રી ભગુભાઈ, નયનાબેન, છોટુભાઈ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY