ગોવામાં ૨૪ જાખમી સ્થળો પર ‘નો સેલ્ફી’ના સાઈન મૂકવામાં આવશે

0
92

પણજી,તા.૨૩
મોબાઇલ ફોનમાં સેલ્ફી લેવાની ઘેલછામાં થતા અકસ્માતો ટાળવા માટે ગોવામાં ૨૪ જાખમી સ્થળો પર ‘નો સેલ્ફી’ ની સાઇન મૂકવામાં આવશે. હિલ-સ્ટેશનની માફક દરિયાકિનારાનાં પર્યટન સ્થળો ખાતે પણ સેલ્ફી લેનારાઓ આકસ્મિક રીતે પડી જતાં કે દરિયાના મોજામાં તણાઇ જતાં ગંભીર સ્થિતિ અને કયાકેર મૃત્યુની ઘટનાઓ બને છે. રાજય સરકારે નિયુકત કરેલી લાઇફ ગાર્ડ એજન્સી ‘દ્રષ્ટિ મરીન’ એ આ ૨૪ સ્પોટ જાખમી હોવાનું જણાવ્યું છે.
ગોવામાં દરિયાનાં શકિતશાળી મોજાં અને લપસણા ખડકોને કારણે જાખમી બીચ પર લોકોને ચેતવણીની સૂચનારૂપે ‘નો સેલ્ફી’ ની સાઇન ‘દ્રષ્ટિ મરીન’ તરફથી મૂકવામાં આવશે. નોર્થ ગોવામાં બાગા રિવર, ડોના પોલા જેટી, અંજુના બીચ, અરમ્બોલ બીચ બામ્બોલિમ વગેરે ઠેકાણે ‘નો સેલ્ફી’ સાઇન મુકવામાં આવશે. સાઉથ ગોવામાં અગોન્ડા, બોગમાલો, બાઇના, જેપનીઝ ગાર્ડન, રાજબાગ વગેરે વિસ્તારોમાં ‘નો સેલ્ફી’ સાઇન જાવા મળશે.
એ ઉપરાંત ચોમાસા દરમ્યાન એટલે કે ૧ જુનથી ૩૦ સપ્ટેમ્બર સુધી પવનની દિશા અને વેગ તેમ જ દરિયો તાફાની રહેવાને કારણે પર્યટકોને દરિયાથી દુર રહેવાની (સ્વિમિંગ કે વોટર બેઝડ રેક્રીએશનલ એકિટવિટીઝ નહીં કરવાની) સૂચના આપવામાં આવી છે. દરેક બીચના લાઇફ ગાર્ડ ટાવર પર દ્રષ્ટિના બે લાઇફગાડ્‌ર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY