મુંબઈ,
તા.૧૦/૦૩/૨૦૧૮
સંપૂર્ણ દેવાંમાફી અને અન્ય માંગોને લઇને મહારાષ્ટના ૩૫ હજાર ખેડૂતો વિધાનસભા આગળ ઘેરો નાખવા જઇ રહ્યા છે. પગપાળા રેલી કાઢી રહેલા આ લોકો ૧૨ માર્ચના રોજ મુંબઈ પહોંચશે. પોતાની યાત્રાના ચોથા દિવસે આ કાફલો શનિવારે ઠાણેના શાહપુરમાં પહોંચી ગયો છે, જ્યાં ઘણા ખેડૂતોની તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રેલી ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)ના આહ્વાન પર કાઢવામાં આવી છે.
ખેડૂતોની આ રેલી બુધવારે નાસિકથી શરૂ થઇ. રાતે વાસિંદમાં રોકાઇ અને શનિવારે આ લોકો ઠાણે પહોંચ્યા. આ લોકો દરરોજ ૩૦ કિલોમીટર ચાલી રહ્યા છે. આ રીતે તેમને નાસિકથી મુંબઈ (૧૮૦ કિમી) સુધીનું અંતર કાપવામાં ૬ દિવસનો સમય લાગશે. તેઓ ૧૨ માર્ચના રોજ મુંબઈ પહોંચશે.
ખેડૂતોના નેતા અને એઆઇકેએસ સચિવ રાજુ દેસલેના જણાવ્યા પ્રમાણે, ખેડૂતોએ સંપૂર્ણ દેવાંમાફી અને વીજળી બિલ માફી ઉપરાંત સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, “બીજેપી સરકારે ખેડૂતોને કરેલા વચનો પૂરાં ન કરીને તેમની સાથે દગો કર્યો છે.”
“અમે એમપણ ઇચ્છીએ છીએ કે સરકાર વિકાસ, હાઇવે અને બુલેટ ટ્રેનના નામ પર જબરદસ્તી ખેડૂતોની જમીનો છીનવવાનું બંધ કરે.””ગયા વર્ષે રાજ્યની બીજેપી સરકારે શરતો સાથે ખેડૂતોના ૩૪ હજાર કરોડ રૂરિાયના દેવાં માફ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જૂનથી અત્યાર સુધી ૧૭૫૩ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.”
રાજ્યમાં ખેતીની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. તેને જાતા ફડણવીસ સરકારે આ વખતના બજેટમાં ખેડૂતો માટે ૭૫,૯૦૯ કરોડ રૂપિયાની જાગવાઈ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"