ઝારખંડમાં બસ ઝાડ સાથે અથડાતા પલટીઃ ૫ના મોત,અનેક ઘાયલ

0
6

દેવધર,તા.૩
ઝારખંડમાં બાબાનગરી પાસે રવિવારે મોટી રોડ દુર્ધટના સર્જાઇ છે. જેમાં બસ એક વૃક્ષ સાથે ધડાકેભેર અથડાતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં ૫ લોકોના મોત તો અનેક મુલાફરો ધાયલ થયા હતા. આ લોકો દુમકાની ત્નસ્સ્માં યોજાયેલી એક રેલીમાંથી પરત ફરી રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે, આ ઘટના સારઠ પોસીલ વિસ્તારના કેંચુઆબાંકમાં બની હતી. મળતી માહિતી મુજબ, બસચાલકે બસર પરનું નિયંત્રણ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાઇ હતી.
આ અક્સમાતમાં ૫ લોકોના મોત થયા હતા તો અનેક લોકોને ગંભાર ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY